ટેમ્પો ટ્રાવેલરમાં છૂપાવેલ 306 બોટલ દારૂ ઝડપાયો

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલ પાસેથી ફોર્સ ટેમ્પો ટ્રાવેલર ગાડીમાંથી 306 બોત્દ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો…

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલ પાસેથી ફોર્સ ટેમ્પો ટ્રાવેલર ગાડીમાંથી 306 બોત્દ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ટ્રાવેલ્સ સાથે પાઈલોટીંગ કરતી બોલેરો સહીત રૂ.16.73 લાખના મુદ્દમાલ સાથે એક શખ્સને ઝડપી લઇ અન્ય ત્રણના નામ ખુલ્યા છે.

મળતી માહિતી અનુસાર, રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે ગોંડલથી રાજકોટ તરફ જતાં નેશનલ હાઈવે પર કાંગશીયાળી ગામની સીમમાં આવેલ ખોડીયાર હોટલ પાસે એક ફોર્સ ટેમ્પો ટ્રાવેલર તથા પાયલોટિંગ માટેની બોલેરો નીઓ કાર પાર્ક કરેલી છે, જેમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ફોર્સ ટેમ્પો ટ્રાવેલરની છતના ભાગે બનાવવામાં આવેલા ખાસ ચોરખાના માંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 306 નંગ બોટલો શોધી કાઢી હતી, જેની કિંમત રૂ. 2,56,920 થાય છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન મધ્ય પ્રદેશના અલીરાજપુર જીલ્લાના છોટી ઉતવલી ગામના વતની અને હાલ કઠીવાડા ખાતે રહેતા 25 વર્ષીય ડ્રાઇવર નિલેશભાઈ ઈસરીયાભાઈ કલેશની અટકાયત કરી છે.

આ દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂ ઉપરાંત ફોર્સ ટેમ્પો ટ્રાવેલર નં. જીજે -18-એક્સ-2992, કિ.રૂ. 8,00,000 , બોલેરો નીઓ કાર નં. જીજે-16-એફ.એ-5741, કિ.રૂ. 6,00,000 તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 16,73,750 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુન્હામાં દારૂનો જથ્થો મોકલનાર અંકેશ તોમર સહિત ભાયા બામણીયા અને પ્રકાશ કીરાડ (તમામ રહે. અલીરાજપુર, મધ્ય પ્રદેશ) નામના અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી હોઈ, પોલીસે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.રાવ, પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા અને સમગ્ર એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *