ગુજરાતમાં 30 હજાર પોલીસ સ્ટેશન, 50 હજાર પોલિંગ બૂથ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પોલીસ એલર્ટ મોડમાં, રાજ્યો અને જિલ્લાની સરહદો ઉપર નાકાબાંધી વધારી ચેકિંગ શરૂ ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પોલીસ એલર્ટ મોડમાં, રાજ્યો અને જિલ્લાની સરહદો ઉપર નાકાબાંધી વધારી ચેકિંગ શરૂ

ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ગુજરાત પોલીસ દ્વારા તૈયારી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને શાંતિપુર્ણ માહોલમાં મતદાન પ્રક્રીયા પૂર્ણ થાય તે હેતુથી રાજયના 30 હજાર પોલિંગ સ્ટેશનો ઉપર પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. ચૂંટણી સુધી પોલીસ તંત્ર એલર્ટ પર રહેવા રાજયના પોલીસ વડા ડો.કે.એન.એલ. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કાયદો વ્યવસ્થા ની સુરક્ષા વ્યવસ્થાઓ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે.

રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અંદાજે 30 હજાર પોલિંગ સ્ટેશનો અને 50 હજાર પોલિંગ બુથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથ પર ખાસ નજર રાખવામાં આવશે તેમજ વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

રાવે વધુમાં જણાવ્યું કે, 26 તારીખે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંતરરાજ્ય સીમાઓ પર ચેકપોસ્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે જ વાહન ચેકિંગ, દારૂૂબંધીના કડક અમલ તેમજ તડીપાર આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બિનજામીનપાત્ર વોરંટ ધરાવતા આરોપીઓને ઝડપી લેવા માટે પણ વિશેષ અભિયાન ચાલી રહ્યું છે.

મતદારો નિર્ભય અને સ્વતંત્ર રીતે મતદાન કરી શકે તે રાજ્ય પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું જણાવતા ડીજીપી રાવે કહ્યું કે, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ક્વિક રિસ્પોન્સ ટીમો (ચછઝ)ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આચારસંહિતાના અમલ બાદથી જ આ તમામ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. ઉપરાંત, પરવાનગી ધરાવતા હથિયારો પણ જમા કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *