Connect with us

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં લગ્નમાં જમણવાર બાદ 30 લોકોને ફૂડ પોઇઝન

Published

on

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલા 30 લોકોમાં ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ ત્રીસ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. આ 30 લોકો પૈકી મોટા ભાગના બાળકો હોવાનું સામે આવ્યુ છે. જેમને ફૂડ પોઇઝનિંગ થયુ છે તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ત્રીસ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. આ 30 લોકો પૈકી મોટા ભાગના બાળકો હોવાનું સામે આવ્યુ છે. જેમને ફૂડ પોઇઝનિંગ થયુ છે તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના કઇક એવી છે કે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મુશ્ર્લિમ સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા, જો કે લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ એક પછી એક લોકોની તબીયત લથડવા લાગી હતી. આસરે 30 જેટલા લોકોને ઝાડા-ઊલ્ટીની સમસ્યા થવા લાગી હતી. ત્રીસ જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી માહિતી પ્રમાણે બીમાર પડેલા લોકોમાં મોટા ભાગના બાળકો હતા. 30 પૈકી લગભગ 24 જેટલા તો બાળકો જ હોવાનું સામે આવ્યુ છે. લોકોની તબિયત લથડતા તેમને ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોની તબિયત લથડતા ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા શહેરના આગેવાનો અને નગર પ્રમુખ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને તેમના ખબર અંતર જાણ્યા હતા.
સાથે જ હોસ્પિટલ તંત્રને દર્દીઓની સારવારમાં કોઇ ખામી ન રાખવા ખાસ સૂચન કરવામાં આવ્યુ હતુ. બીમાર બાળકો પૈકી બે બાળકોની તબિયત વધારે લથડી હતી. જે પછી આ બે બાળકોને સુરેન્દ્રનગરના મેડિકલ કોલેજમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.હાલ ફૂડ પોઈઝનિંગ બાદ તમામ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગુજરાત

સરવેના નાટક બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવો

Published

on

By

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક લોકોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું.ત્યારે તાજેતરમાં સરકારે પણ જાહેરાત કરી હતી કે આ નુકસાની માટે ખેડૂતોને સહાય કરવામા આવશે.


સરકારે જાહેરાત કરી દીધી પરંતુ હજુ સુધી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળ્યુ નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોએ કોંગ્રેસને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.


સુરેન્દ્રનગરમાં 25-26 ઓગસ્ટમાં 10થી 12 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતોઅને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા બધા ખેતરોમાં પાણીનો નિકાલના થવાથી હજી સુધી પાણી ભરેલા છે .ત્યારે ખેડૂતોને વરસાદથી તલ, કપાસ અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોએ ત્યાંના સ્થાનિક ધારાસભ્યને રજુવાત કરતા સર્વેની ટિમ આવેલી, પણ સર્વેની ટીમે ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. સર્વે થયાના 10 દિવસ થયા છતાં સરકાર ખેડૂતોને વળતર ચુકવશે તેવી સરકારે કોઈ જાહેરાત કરી નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ ખેડૂતોને સાથે રાખી સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા સર્વેના માત્ર નાટક કરવામાં આવે છે જેથી સર્વે કર્યા વગર પેકેજ જાહેર કરવામા આવે.


પાકને લણવાના સમયે ભારે વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે, કે ઝાલાવાડને પૂરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવામાં આવે અને સરકાર પર પ્રહાર કરતા કહું, સમગ્ર દેશમાંથી ભાજપને હવે જાકારો મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોનો શ્રાપ લાગશે તો હવે સરકાર જાજી ટકી શકશે નહિ.સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો કરે છે. તો પણ ખેડૂતોએ પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર પાસેથી સહાય તો મળતી નથી પણ રેલી કાઢી વિરોધ કરવો પડે છે.

Continue Reading

ગુજરાત

સુરેન્દ્રનગરમાં કાલે કોંગ્રેસની રેલી, પોલીસ રોકે તો ઉગ્ર લડતની ચીમકી

Published

on

By

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદમાં ખેતરોમાં પાકને નુકશાની થઇ છે. જેના વળતર માટે સરવે થઇ રહ્યા છે, તેની સામે જિલ્લા કોંગ્રેસ સમિતિએ સવાલો ઉઠાવ્યા છે. જ્યારે આવતીકાલ 17 સપ્ટેબરના રોજ રેલી યોજી ખેડૂતોના વળતરની માંગ કરવાનુ આયોજન કરાયુ હતુ. જે અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્રોશ સાથે જણાવ્યું કે, કલેકટર કચેરી કોઈના બાપની જાગીર નથી કે અમને જતા રોકી શકે,ભલે અમારી ધરપકડ કરે પણ અમે ખેડૂતો સાથે રજૂઆત કરવા જઈશું.


રાજ્યમાં જન્માષ્ટમી દરમિયાન થયેલા ભારે વરસાદમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો.જેમાં હાલ રાજ્ય સરકાર અને ખેતીવાડી સહિત ટીમો સરવેની કામગીરી હાથ ધરાઇ છે.પરંતુ ધીમી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે ખેડૂતોના પ્રશ્ને લડવા જિલ્લા કોંગ્રેસ સમિતિએ આયોજન માટે એક મેરોથોન બેઠક કરી હતી.જેમા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઇ સોલંકીએ સવાલો ઉઠાવતા આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે,સમગ્ર જિલ્લામાં લગભગ લણવાની સ્થિતિએ પાક આવી ગયો હતો. પણ તાજેતરમાં થયેલી અતિવૃષ્ટીમાં સુરેન્દ્રનગરના ખેડૂતો તમામ તાલુકામાં મોટાપાયે નુકશાન થયુ છે.


અઠવાડીયામાં તડકો નિકળ્યા બાદ ખેડૂતો પોતાના ખેતર સાફ કરી સરખા કરી દેશે,ત્યારે આ સરવેની ટીમ જશે તો ત્યારે કોઇ જ નુકશાન દેખાશે નહીં.અને કોઇ ખેડૂતોને વળતરનો લાભ મળે તેવી શક્યતા નથી.આથી અમો 17 સપ્ટેબરે મંગળવારે રેલી યોજી અતિવૃષ્ટીગ્રસ્ત જિલ્લો જાહેર કરી વળતર ચુકવવા માંગ કરીશુ.કલેકટર કચેરીએ અમે જઇશુ, અમને અટકાવવા સરકારને જે કરવુ હોય તે કરે અમે ખેડૂતો માટે લડીશુ.કલેકટર કચેરી કોઈના બાપની જાગીર નથી કે અમને જતા રોકી શકે,ભલે અમારી ધરપકડ કરે પણ અમે ખેડૂતો સાથે રજૂઆત કરવા જઈશું.

Continue Reading

ગુજરાત

રાજકોટની યુવતીએ લીંબડીના સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું

Published

on

By

પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ

રાજકોટ રહેતા શ્રમજીવી પરિવારની યુવતીના લગ્ન સુરેન્દ્રનગર થયા હતા. ત્યાર બાદ સાસરિયાંના શારીરિક, માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. યોગ્ય સમયે સારવાર નહીં મળતાં પરિણીતાનું મૃત્યુ થયું હતું. પરિણીતાને મરવા મજબૂર કરનારા પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ ઘંટેશ્વર આવાસમાં રહેતા જગદીશભાઈ સિંધીની પુત્રી નિકીતાના લગ્ન સુરેન્દ્રનગર ફિરદોસ ચાર માળીયા ખાતે રહેતાં લખન નારાયણભાઈ મારવાડી સાથે તા.21/2/2021ના રોજ થયા હતા. લગ્ન બાદ નિકીતા તેના સાસરિયાઓ સાથે લીંબડી રહેવા આવી ગઈ હતી.


નિકીતાની નણંદ તેજલ પણ તેમની સાથે જ રહેતી હતી. લગ્ન બાદ થોડો સમય બધું સમુસુતરું ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ પતિ લખન, સાસુ ગંગા, નણંદ તેજલ નિકીતાને શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. તા.11/9/24એ નિકીતાએ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. નિકીતાને સારવાર માટે લીંબડી સરકારી હસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર લઈ ઘરે પરત આવી ગયો હતો.


બીજા દિવસે નિકીતાની તબિયત વધુ લથડતાં સુરેન્દ્રનગર લઈ જવામાં આવી હતી જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.


મૃતક નિકીતાના પિતા જગદીશભાઈએ જણાવ્યું કે, નિકીતાને ઝેરી દવાની અસર વધી ગઈ એટલે લીંબડી સરકારી હોસ્પિટલના ડોકટરે જમાઈ લખનને નિકીતાને અમદાવાદ કે રાજકોટ લઈ જવાની સલાહ આપી હતી. જ્યારે લખન નિકીતાને ઘરે લઈ ગયો જ્યાં નિકીતાની તબિયત વધુ લથડી હતી. યોગ્ય સમયે સારવાર મળી ગઈ હોત તો કદાચ મારી પુત્રી જીવતી હોત!

Continue Reading
રાષ્ટ્રીય14 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય14 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત14 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત14 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય14 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય14 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય16 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Trending