રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ, 27 હજારનો દંડ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોર્ટુગલની નેશનલ ટીમનો કેમ્પ છોડવો ભારે પડ્યો છે. ફેડરેશને તેના પર 30 દિવસનો પ્રતિબંધ અને ₹27 હજારનો દંડ ફટકાર્યો છે.રોનાલ્ડોએ 30 સપ્ટેમ્બરે કોપનહેગનમાં…

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોર્ટુગલની નેશનલ ટીમનો કેમ્પ છોડવો ભારે પડ્યો છે. ફેડરેશને તેના પર 30 દિવસનો પ્રતિબંધ અને ₹27 હજારનો દંડ ફટકાર્યો છે.રોનાલ્ડોએ 30 સપ્ટેમ્બરે કોપનહેગનમાં પોર્ટુગલનો કેમ્પ છોડી દીધો હતો. આ ઘટના ડેનમાર્ક સામેની નેશન્સ લીગ મેચના એક દિવસ પહેલાં બની હતી. આ સમગ્ર વિવાદની શરૂૂઆત નોર્વે સામેની મેચથી થઈ હતી. 27 સપ્ટેમ્બરે રોનાલ્ડો મેચમાં રમ્યો નહોતો અને તે બાદ તેણે કોચ જીસસ સાથે મતભેદ વ્યક્ત કર્યા હતા.

રોનાલ્ડોનો આરોપ હતો કે કોચે તેને રમવાનો સમય આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં પોતાનું વચન પાળ્યું નહોતું. જીસસે જોકે અગાઉ કોઈ કરાર હોવાનો ઇનકાર કર્યો હતો.કેમ્પ છોડ્યા બાદ રોનાલ્ડોએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે પોર્ટુગીઝ ચાહકો અને ટીમના સાથી ખેલાડીઓની માફી પણ માંગી હતી અને સજા સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.ફેડરેશને રોનાલ્ડોને 30 દિવસના પ્રતિબંધ ઉપરાંત એ255નો દંડ કર્યો છે. પ્રતિબંધ 1 ઓક્ટોબરથી ગણવામાં આવતા રોનાલ્ડો નવેમ્બરમાં પોર્ટુગલની આગામી મેચો માટે ઉપલબ્ધ રહેશે. 14 નવેમ્બરે પોર્ટુગલનો મુકાબલો ડેનમાર્ક સામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *