બ્રિટનમાં સ્થિત ઈસ્લામિક પ્રચારક મૌલાના શમ્સુલ હુદાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ શમ્સુલ હુદા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તેમના પર અંદાજે 30 કરોડ રૂૂપિયાના ગેરકાયદેસર ફંડિંગ અને આ નાણાંનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ છે.
આ કાર્યવાહી ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (UP ATS) દ્વારા અગાઉ નોંધવામાં આવેલી એફઆઈઆરને આધારે કરવામાં આવી છે.મૌલાના શમ્સુલ હુદા, જેઓ હાલ બ્રિટનમાં વસે છે, તેમના પર આરોપ છે કે તેમણે વિદેશમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ નાણાંનો ઉપયોગ ભારતમાં ધર્માંતરણ અને અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.સૌ પ્રથમ, ઉત્તર પ્રદેશ એટીએસ (UP ATS) એ હુદા વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂૂ કરી હતી. એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું કે હુદાએ વિવિધ માધ્યમો દ્વારા ભારત અને નેપાળમાં મોટા પાયે નાણાં મોકલ્યા હતા. આ તપાસના પાયા પર હવે ઈડીએ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA) હેઠળ ગુનો નોંધીને આર્થિક પાસાઓની તપાસ તેજ કરી છે.
