નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ, ગત વર્ષની તુલનામાં રેકોર્ડબ્રેક ડોનેશન

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ મળ્યું હતું. સંસ્થાઓ અને જનતાએ મુખ્ય પક્ષોને દાન આપવામાં વધુ રસ દાખવ્યો હતો. બિહારમાં રાજકીય…

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ મળ્યું હતું. સંસ્થાઓ અને જનતાએ મુખ્ય પક્ષોને દાન આપવામાં વધુ રસ દાખવ્યો હતો. બિહારમાં રાજકીય પક્ષોને 2023-24 નાણાકીય વર્ષ કરતાં 2024-25 નાણાકીય વર્ષમાં વધુ ફંડ મળ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ફંડ મેળવવામાં આગળ રહી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બંને પક્ષોને અનેક ગણું વધુ ફંડ મળ્યું હતું.

JDUને 1.81 કરોડ રૂૂપિયાની સરખામણીમાં 18.69 કરોડ રૂૂપિયાનું ફંડ મળ્યું, જે લગભગ 10 ગણું વધારે છે.LJP-Rને 11.67 લાખ રૂૂપિયાની સરખામણીમાં 11.09 કરોડ રૂૂપિયાનું ફંડ મળ્યું, જે લગભગ 100 ગણું વધારે છે. ડાબેરી પક્ષ CPI (ML)ને 43 લાખ રૂૂપિયાની સરખામણીમાં 49 લાખ રૂૂપિયાનું ફંડ મળ્યું. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર, લાલુ અને તેજસ્વી યાદવની પાર્ટી છઉંઉ એ હજુ સુધી નાણાકીય વર્ષ 2024-25 માટે ચૂંટણી ફંડની વિગતો ફાઇલ કરી નથી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 2023-24માં ચૂંટણી દાનમાં 9 લાખ રૂૂપિયા મળ્યા હતા, જ્યારે 2024-25માં કોઈએ દાન આપ્યું ન હતું.

ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, JDUને ઈલેક્ટોરલ ટ્રસ્ટો તરફથી સૌથી વધુ ફંડ મળ્યું. પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 10 કરોડ રૂૂપિયા, પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 5 કરોડ રૂૂપિયા અને સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટ એસોસિયેશને 2 કરોડ રૂૂપિયાનું યોગદાન આપ્યું. 2024-25માં પાર્ટીને ઈલેક્ટોરલ ટ્રસ્ટ, કંપનીઓ અને વ્યક્તિઓ સહિત કુલ 66 સંસ્થાઓ તરફથી 18.69 કરોડ રૂૂપિયા મળ્યા. બીજી તરફ LJP (R) ને પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી સૌથી વધુ 10 કરોડ રૂૂપિયાનું ફંડ મળ્યું હતું.

જ્યારે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂૂપિયાનું દાન આપવામાં આવ્યું. પાર્ટીના સાંસદો ઉપરાંત ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચ અનુસાર, CPI (ML)ને 2023-24માં 43,579 રૂૂપિયા ફંડ મળ્યું, જે 2024-25માં 6,95,186 રૂૂપિયાનો વધારો દર્શાવે છે. પાર્ટીને મોટાભાગનું ફંડ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો તરફથી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *