વાંકાનેરના અગાભી પીપળિયા ગામે એકસાથે 3 દીપડા ત્રાટકયા, ફફડાટ

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગામમાં આવેલ એક માલધારીના વાડામાં ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા…

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગામમાં આવેલ એક માલધારીના વાડામાં ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા 20 થી વધુ ઘેંટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. ગામમાં એક સાથે ત્રણ દીપડાઓ ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ એક સાથે ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા 20 થી વધુ જેટલા ઘેટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. જેમાં માલધારી સવારે વાડાએ જતા ઘેટાંઓ ફાડી ખાધેલ હાલતમાં મળી આવતા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગ અને વહીવટી તંત્રને કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાબતે આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોમાં એક સાથે ત્રણ દીપડાઓ આ વિસ્તારમાં ત્રાટકતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે અનુસંધાને ખેડૂતો તથા ગ્રામજનોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *