મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂા. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા અને વેપારી પરાગભાઈ જેઠાલાલ ચંદે ગત તારીખ 15 માર્ચના રોજ ઘરના હોલમાં લાકડાના સાદા કબાટમાં અગાઉથી સોનાનો ચેઇન, રૂૂપિયા 2 લાખની રોકડ પડી હતી અને સોનાનું કડુ, મંગળસૂત્ર, સોનાનો ચેઇન કબાટમાં રાખી પત્ની આઉટ સ્ટેટ ફરવા ગયા હતા. જ્યારે તેના માતા પિતા ઘરે હતા. 29 માર્ચના રોજ રાત્રિના ફરીને પરત આવ્યા હતા.
જ્યારે 1લી એપ્રિલના રોજ સાંજે ઘરના હોલમાં રાખેલા લાકડાના કબાટનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. કબાટમાં તપાસ કરતા અંદર રાખેલું રૂૂપિયા 3,17,644ની કિંમતના 39.900 ગ્રામ વજનના સોનાના કડા ગાયબ હતા. તેઓ જ્યારે ફરવા ગયા ત્યારે સોનાના અન્ય દાગીના સાથે આ કડા પણ કબાટમાં સુરક્ષિત રાખ્યા હતા. તસ્કરોએ માત્ર આ કડાની તારીખ 15/03/2026 થી 01/04/2026 દરમિયાન ચોરી થયાની ફરિયાદના આધારે તપાસ કરી છે.
