જસદણમાં વાડીએ જારના પાકની આડમાં છૂપાવેલ 299 બોટલ દારુ ઝડપાયો

જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ભાડલા પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. ગઢડીયા (જામ) ગામની સીમમાં આવેલી એક વાડીમાં…

જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ભાડલા પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. ગઢડીયા (જામ) ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી પોલીસે જારના પાકની આડમાં છુપાવેલ 266 બોટલ વિદેશી દારૂૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, પોલીસ દરોડા દરમિયાન વાડી માલિક ફરાર થઇ ગયો હતો. ભાડલા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ગઢડીયા ગામથી રામળીયા ગામ તરફ જવાના પાકા રસ્તે આવેલી રવીભાઈ રમેશભાઈ વધેરાની વાડીમાં, વાવેતર કરેલા લીલી ઝારના પાકમાં ઈંગ્લિશ દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન વાડીમાં ઝારના પાક નીચે સફેદ કંતાલથી ઢાંકેલી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. આ થેલીઓ ખોલીને જોતા તેમાંથી 180 એમ.એલની કુલ 266 નંગ નાની બોટલો (ચપલા) મળી આવી હતી. પોલીસ દ્વારા કુલ બોટલો 266 નંગ કુલ કિંમત રૂૂ.66,500 કબજે કરી હતી. દરોડામાં વાડી માલિક રવીભાઈ રમેશભાઈ વધેરા દરોડા પહેલા જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી તે હાજર મળી આવ્યો ન હતો. ભાડલા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઈ) અને 116(બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *