ત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી ચટણી, સોસનો નાશ

ફૂડ વિભાગનું મસાલા માર્કેટ અને ડ્રીંકીંગ વોટરના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, હાઈજેનીક અંગે અપાઈ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે બેકરી પ્રોજક્ટ અંતર્ગત ચેકીંગ કામગીરી હાથ…

ફૂડ વિભાગનું મસાલા માર્કેટ અને ડ્રીંકીંગ વોટરના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, હાઈજેનીક અંગે અપાઈ નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે બેકરી પ્રોજક્ટ અંતર્ગત ચેકીંગ કામગીરી હાથ ધરી ત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી સોસ-ચટણીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો.
તેમજ હાઈજેનિકકંડીશન જાળવવા અને લાયસન્સ અંગે નોટીસ આપી અન્ય 8 સ્થળેથી મસાલા તેમજ ડ્રીકીંગ વોટરના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
તેમજ 21 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.

ફૂડ વિભાગ દ્વારા આજે (01)હાઉસ ઓફ ફલેવર્સ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)મોમાઈ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)રવિરાંદલ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ભગવતી પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)કે.કે. જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય પીઠડ આઈમઠ્ઠો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)લક્ષ્મીધારા આઈસડીશ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ચામુંડા ભાજી કોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)બાપા સીતારામ આઇસ્ક્રીમ ગોલા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)મઢૂલી હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા(11)શિવાંશી સુપર માર્કેટ(12)શિવમ રેસ્ટોરેન્ટ (13)શિવમ અમૂલ પાર્લર(14)જય ભોલે જનરલ સ્ટોર્સ(15)શ્રીહરી સુપર માર્કેટ (16)વેલનેસ મેડીકલ (17)વિશ્વા મેડીકલ સ્ટોર (18)ચામુંડા ફરસાણ (19)આવકાર પ્રોવિઝન સ્ટોર (20)બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ (21)સાઉથ કા કમાલની ચકાસણી કરવામાં આવેલ હતી.

ફૂડ વિભાગે આજે રૈયા રોડ ઉપર મુંબઈ જાયકામાંથી 12 કિલો વાસી અખાદ્ય પદાર્થ તેમજ પીગ્રીલમાંથી એક્સપાયરી થયેલ સોસ-ચટણી અને વોટ એન્ડ સ્પાઈસીમાંથી વાસી સોસ-ચટણી સહિતનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ અને હાઈજેનીક ક્ધડીશન જાળવવા નોટીસ આપવામાં આવી હતી.

મસાલા અને મિનરલ વોટરના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા આજે અદાણી બ્રધર્સમાંથી મરચા પાઉડર, હળદર પાઉડર, રાઈના કુરિયાના સેમ્પલ લઈ બિસ્વીન બેવરેજીસમાંથી એક લીટર ડ્રીંકીંગ વોટર પેક તથા એકવાનીર માટે એક લીટર ડ્રીંકીંગ વોટર તેમજ સબરસમાંથી એક લીટર ડ્રીકીંગ વોટર અને બ્રીસવીલમાંથી મીનરલ એન્ડ ઓક્સિજન ડ્રીંકીંગ વોટર પેક એક લિટર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *