કવચિત સુધારા તરફી વલણ હોવા છતાં શેરબજારમાં રોક્ણકારોને મોટો ફટકો
અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધની શરૂૂઆત કરી હતી. આ યુદ્ધ બાદથી અત્યાર સુધીમાં ભારતીય રોકાણકારોના 27 લાખ કરોડ ડૂબી ચુક્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભડકો, વિદેશી રોકાણકારોના નાણાં કાઢવા અને ભારત જેવા મોટા ક્રૂડ ઓઈલના આયાતકાર દેશ પર આનાથી પણ મોટી અસરની આશંકાઓ વચ્ચે બજાર વધુ નીચે ધકેલાય રહ્યું છે. તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી સતત નીચે આવી રહ્યા છે. જો કે આજે બજારે સુધારા તરફી વલણ દાખવ્યું હતું તો પણ સરેરાશ રોકાણકારો હજુ ખોટમાં ચાલી રહ્યાં છે. બીએસઈના આંકડાથી ઉજાગર થાય છે કે તાજેતરમાં ભૂ-રાજકીય તણાવ વધ્યા બાદ શેરબજારની માર્કેટ કેપમાં મોટો ઘટાડો આવ્યો છે.
28 ફેબ્રુઆરીએ જ્યાં શેરબજારની માર્કેટ કેપ 463 લાખ કરોડ રૂૂપિયા હતી, તે 6 માર્ચે 444 લાખ કરોડ રૂૂપિયાએ પહોંચી હતી. એટલે કે 19 લાખ કરોડ રૂૂપિયાનો તેમાં મોટો ઘટાડો આવ્યો. તો 9 માર્ચે થયેલો 8 લાખ કરોડ રૂૂપિયાનો ઘટાડો તેમાં જોડી દેવામાં આવે, તો અત્યાર સુધીમાં રોકાણકારોના 27 લાખ કરોડ રૂૂપિયા ડૂબી ચુક્યા છે.
બજારમાં ઘણી હલચલ છે, કારણ કે ખનીજતેલની કિંમત અચાનક ઘણી વધી ગઈ છે. બ્રેંટ ક્રૂડની કિંમત માત્ર એક સપ્તાહમાં 25 ટકાથી વધુ વધીને કેટલાક સમય માટે 114 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ. હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા તણાવને ખનીજતેલની કિંમતોમાં વધારો આનું મોટું કારણ છે.
ભારત માટે ખનીજતેલની કિંમતો ઘણી મુશ્કેલી પેદા કરી શકે છે, કારણ કે ભારત પોતાની 85 ટકા ખનીજતેલની જરૂૂરિયાત અન્ય દેશોમાં આયાતથી પુરી કરે છે. ખનીજતેલના મોંઘા થવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે, વિદેશો સાથેના વ્યાપારમાં નુકશાન વધી શકે છે અને સરકાર પર પણ ખર્ચનું દબાણ વધવાની સંભાવના છે. વિદેશી રોકાણકારોએ ભારતમાં લગાવવામાં આવેલા રુપિયા પાછા કાઢાવાનું શરૂૂ કર્યું છે.
દુનિયાભરના બજારો અનિશ્ચિતતા વધવાને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર ભારતીય શેરોને વેચી રહ્યા છે. ગત ચાર ટ્રેડિંગ દિવસોમાં તેમણે ભારતીય શેરબજારમાંથી લગભગ 21 હજાર કરોડ રૂૂપિયા કાઢયા છે. તેનું કારણ છે કે ફેબ્રુઆરીમાં આવેલા 22,615 કરોડ રૂૂપિયાના મોટા રોકાણનો એક હિસ્સો પાછો ચાલ્યો ગયો છે.
