પ.બંગાળમાં આગની ઘટનામાં 27ના મોતની આશંકા

પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં…

પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

ગત સોમવારે વહેલી સવારે લાગેલી આ આગમાં બે મોટા ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી જે માનવ અવશેષો મળી આવ્યા છે તે એટલી હદે બળી ગયા છે કે તેમને ઓળખવા અશક્ય છે.

અત્યાર સુધીમાં 27 ગુમ થયાની ફરિયાદો મળી છે. ફોરેન્સિક ટીમે ખોપરી અને હાડકાં સહિત 16 નમૂના એકત્ર કર્યા છે, જેની ઓળખ માટે પરિવારના સભ્યોના ઉગઅ સાથે મેચ કરવામાં આવશે.
આ કેસમાં કાર્યવાહી કરતા બંગાળ પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે મોમો ફેક્ટરીના બે સિનિયર અધિકારીઓ, મેનેજર મનોરંજન શીટ અને ડેપ્યુટી મેનેજર રાજા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ગોડાઉનના માલિક અને અન્ય એકની અટકાયત કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *