રાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયો

પોલીસે રૂા.25,575નો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના…

પોલીસે રૂા.25,575નો મુદ્દામાલ કબજે કર્યો

બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશનના PI.એસ.એ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા, ઝાલાભાઇ ગમારા, લગધીરસિંહ ચુડાસમા,દશરથભાઈ કમેજરીયા એ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના સાંગણપુર ગામે મુનાભાઈ ભગવાનભાઈ વાટુકીયાના બંધ પડી રહેલ મકાનમાં જગદીશભાઈ કરશનભાઈ વાટુકીયા એ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂની બોટલો અને બીયર ના ટીન સંતાડેલ હોય જે બાતમીને આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂની બોટલ અને બિયર નો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં પોલીસે અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂૂની 27 બોટલો તેમજ અલગ-અલગ બ્રાન્ડના બિયરના 63 ટીન સહિત રૂૂ.25,575 રૂૂપિયાનો મુદ્દામાલ ઝડપી લઇ જગદીશભાઈ કરસનભાઈ વાટુકીયા વિરુદ્ધ રાણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી ઙજઈં એચ.એ.વસાવા એ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *