શહેરની 1073 મિલકતોને 260(2)ની નોટિસ , ડિમોલિશન ક્યારે ?

મનપાની ઢીલી નીતિ કે પછી ….? : સામાન્ય વ્યક્તિ હેરાન – પરેશાન અને રાજકીય વગ ધરાવતાને બખાં, ઉકેલ ક્યારે ? રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અનેકવિધ રીતે…

મનપાની ઢીલી નીતિ કે પછી ….? : સામાન્ય વ્યક્તિ હેરાન – પરેશાન અને રાજકીય વગ ધરાવતાને બખાં, ઉકેલ ક્યારે ?

રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અનેકવિધ રીતે શંકાના દાયરામાં જોવા મળી છે ભૂતકાળમાં પણ આ પ્રકારની અનેકવિધ સ્થિતિ ઉદ્ભવિત થઈ હતી અને લોકોને અન્યાયનો પણ સામનો કરવો પડ્યો છે. રાજકીય વગ ધરાવતા લોકો હાલ આ પ્રકારની જટિલ કામગીરી માંથી ખુબ સરળતાથી બહાર નીકળી જતા હોય છે જ્યારે સામાન્ય વ્યક્તિને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે. મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો હાલ જે રીતે જંગલેશ્વર માં ડિમોલિશન માત્ર ગણતરીના દિવસોમાં જ કરી દેવામાં આવ્યું ત્યારે રાજકોટ મહાનગર હેઠળ 1,000 થી વધુ મિલકતો એવી છે કે જેને 260 (2) ની નોટિસ આપી દેવામાં આવી હોય . છતાં પણ તેનું ડિમોલિશન આજ દિન સુધી હાથ ધરાયું નથી. અને જે નોટિસની બજવણી કરવામાં આવી છે તે આજકાલમાં નહીં પરંતુ નવેમ્બર માસમાં થયેલી છે જેથી કહી શકાય કે પાંચ મહિનાનો માતબર સમય વીતી ગયો છતાં પણ જે કામગીરી થવી જોઈએ તે થઈ શકી નથી.

ત્યારે રાજકીય વર્તુળોમાં એ વાતની જ ચર્ચાએ રોડ પકડ્યું છે કે મહાનગરપાલિકા વાલા દવલાની નીતિમાં જ માને છે. છોકરા હાથમાં પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નનું નિવારણ થઈ શકે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે હજી સુધી એ કાર્ય શક્ય બન્યું નથી. સાથો સાથ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર ખાસ તપાસ કરાવે તો માલુમ પડે કે આ નોટિસો જે પાઠવવામાં આવી તેનો નિકાલ કેમ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી.

ગેરકાયદેસર બાંધકામોને જે નોટિસ ત્રણેય ઝોનમાં આપવામાં આવી તે અંગે જો ચર્ચા કરવામાં આવે તો પૂર્વ ઝોન માં આવતા વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18 માં કુલ 164 ગેરકાયદેસર બાંધકામ હોવાની અરજીઓ મળેલી એવી જ રીતે પશ્ચિમ ઝોન ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1,8,9,10,11 અને 12માં કુલ 322 અરજીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે અને બાકી રહેતા સેન્ટ્રલ ઝોનમાં આવતા વોર્ડ 2,3,7,13,14,17માં 577 અરજીઓ આવેલી છે.

રાજકીય તજજ્ઞોના જણાવ્યા અનુસાર હાલજે મિલકતોને નોટિસો મળી છે તે અંગે શું કોઈ લોકો રાજકીય વગ ધરાવે છે ? જો ના તો કેમ નકર પગલાં લેવામાં ન આવે. આ તમામ બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ મહાનગરપાલિકા ની કામગીરી ઉપર અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી ઉપર અનેકવિધ પ્રશ્નો ઉભા થયા હતા અને તેમાં પણ કોઈ વાત ખોટી નથી કારણકે સમયાંતરે અને તબક્કા વાર જે પરિસ્થિતિ અને જે સ્થિતિનું નિર્માણ થતું હતું અને જે વિગતો બહાર આવતી હતી તે સ્પષ્ટ સૂચવતું કે ક્યાંક ને ક્યાંક ટાઉન પ્લાનિંગ વિભાગમાં ગેરરીતીઓ ચાલતી હતી.

રાજકોટના હાર્દ સમા યાજ્ઞિક રોડ ઉપર આવેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નો શોરૂૂમ આવેલો છે તેને પણ મહાનગરપાલિકા દ્વારા 260 બે મુજબની નોટિસ ફટકારવામાં આવી પહેલા તો તેને સીલ પણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ લાગવગના આધારે તે જગ્યા આજે ખુલ્લી થઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય કંપનીને તે જગ્યા પણ આપી દેવામાં આવી છે ત્યારે આ હદે જો ગેરરીતિ અપનાવવામાં આવતી હોય તો અન્ય લોકોનું શું ? માત્ર કાગળ પર કામ કરી નોટીસો આપી દેવાથી જો સંતોષ માની લેવામાં આવતો હોય તો તે રાજકોટના ભવિષ્ય માટે ખૂબ ખરાબ દિવસો કહેવાશે. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે એ હદ સુધી કામગીરી થઈ રહી છે છતાં પણ અધિકારીઓને પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *