મીક્સ ઋતુના લીધે શરદી-ઉધરસના 15 દી’માં 2535 કેસ

શહેરમાં જોઇએ તેવો શિયાળો જામતો નથી અને સવારે રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ મિકસ ઋતુઓ અનુભવાય છે. પરિણામે છેલ્લા પંદર દિવસમાં શરદી અને ઉધરસના…

શહેરમાં જોઇએ તેવો શિયાળો જામતો નથી અને સવારે રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ મિકસ ઋતુઓ અનુભવાય છે. પરિણામે છેલ્લા પંદર દિવસમાં શરદી અને ઉધરસના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે તા.4 ડિસે.થી 22 ડીસે. દરમિયાન શહેરમાં શરદી-તાવના 2535 જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા હતા.

મનપાની યાદી પ્રમાણે આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.15/12/2025 થી તા.21/12/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 27,511 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 664 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણીતેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 495 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 317 અને કોર્મશીયલ 67 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે મચ્છરજન્ય રોગોમાં (તા.15/12/2025 થી તા.21/12/2025 દરમિયાન ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે.

(તા.15/12/2025 થી તા.21/12/2025) દરમિયાન શરદી ઉધરસના 1264 કેસ, સામાન્ય તાવના 836 કેસ, ઝાડા-ઉલટીના 212 કેસ, કમળો તાવના 1 કેસ નોંધાયા છે. તેમજ પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂૂપે કુલ 726 કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *