જામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભ

ચાર્જિંગ માટેની સુવિધા અને ઇ બસ પોર્ટ પણ તૈયાર કરાયું, વધુ 25 બસ આવશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમઇ બસ યોજના હેઠળ બેટરી સંચાલિત એ.સી.…

ચાર્જિંગ માટેની સુવિધા અને ઇ બસ પોર્ટ પણ તૈયાર કરાયું, વધુ 25 બસ આવશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમઇ બસ યોજના હેઠળ બેટરી સંચાલિત એ.સી. બસો દોડતી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં જ શહેરમાં આ પ્રકારની નવી બેટરી સંચાલિત સીટી બસો દોડતી થઈ જશે. 50 બસો દોડાવવાની યોજના છે, જે પૈકી 25 બસ જામનગર આવી ચૂકી છે, ઉપરાંત તેના માટેના ચાર્જિંગની સુવિધા અને ઇ- બસ પોર્ટ પણ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારની મીનીસ્ટ્રી ઓફ અર્બન અફેઈર્સ વિભાગ દ્વારા પી. એમ ઈ-બસ સેવામાં ભાગ લેવા દરેક શહેરની કાર્યવાહી પૂર્ણ થયેલ છે. તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત સરકાર દ્વારા પ્રિ-ફીઝીબીલીટી સર્વે હાથ ધરવામાં આવેલ, જેમાં જે.એમ.સી.. પી.જી.વી. સી.એલ. જી.એસ. આર.ટી.સી. તથા રાજ્યસરકાર દ્વારા સી.ઈ.એસ.એલ. ના પ્રતિનિધિ દ્વારા જોઈન્ટ સર્વે કરી અને સર્વે રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પી.એમ.ઈ-બસ માં 50 બસ માટેનો ડી.પી.આર. તૈયાર કરી અને સબમિટ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આશિ. કમિશનર ભાવેશ જાની, તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈ-બસ માટે વિવિધ 25 રૂૂટ હાલે નિયત કરવામાં આવેલ છે. સદરહુ રૂૂટ રેશનલાઈઝન માટે રાજ્ય સરકારની ક્ધસલ્ટન્ટ એજન્સી સેપ્ટ ને જરૂૂરી જાણ અર્થે રજુ કરેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ સ્ટેશન તથા બસ ડેપો માટે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મહાનગરપાલિકાનો ટ્રાન્સપોર્ટ ટર્મિનલ હેતુનો એફ.પી. નં. 87 ના પ્લોટના ડીમાર્કેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. પી. એમ. ઈ-બસ સેવા માટે ઈ-બસ ડેપો, ચાર્જીંગ સ્ટેશન, વર્કશોપ, ઈલેક્ટ્રીકલ ઇન્ફાસ્ટ્રકચર, એડમીન બિલ્ડીંગ તથા સંલગ્ન મીટર પાવર કનેક્શન માટેની ધોરણસરની ઓનલાઈન ઈ-ટેન્ડરીંગ કાર્યવાહી અનુસંધાને કુલ -2 (બે) પાર્ટીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવેલ છે, જેમાં વેલ બિલ્ટ ઇન્ડિયા ફર્સ્ટ લોએસ્ટ આવેલ છે. જે મુજબ આવેલ ભાવો અંદાજીત ખર્ચ રૂૂ. 12.00 કરોડથી 7.80ટકાનીચા મુજબ રૂૂ.11,064 કરોડનો ખર્ચ થવા જાય છે. ઉપરોક્ત કામગીરીની મંજુરી સ્ટે.ક.6.નં.649 તા. 09/08/2024 થી મંજુર કરવામાં આવેલ છે.

સાઈટ પર કમ્પાઉન્ડ વોલ, હાઈ માસ્ટ ટાવર, એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગ, વર્કશોપ બિલ્ડીંગ, એચ.ટી./એલ.ટી. રૂૂમ, ફાયર વોટર સપ, સિક્યુરીટી કેબીન અને એન્ટ્રી ગેઇટની કામગીરી 1100 ટકા પૂર્ણ થયેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈ-બસ સંચાલનના ટેન્ડરથી આવેલ લોએસ્ટ ભાવો મુજબ મે જે.બી.એમ. ઇકોલાઈફ મોબીલીટી પ્રા. લી. સાથે લેટર ઓફ એવોર્ડ પણ રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવેલ છે. બીહાઈન્ડ ધ મીટર ની કામગીરી અન્વયે પાવર કનેક્શનની કામગીરી પૂર્ણ થયેલ હોય. જેનુ ટેસ્ટીંગ તા. 02/02/2026 ના રોજ થનાર છે. પી. એમ. ઈ-બસ સેવા અંતર્ગત રજીસ્ટ્રેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *