રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભારત સહિત 23 દેશો ભાગ લેશે

યુક્રેન, જાપાન, કોરિયા રવાન્ડા પાર્ટનર ક્ધટ્રી 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝમાં જોડાયા અત્યાર સુધીમાં 6364 રજીસ્ટ્રેશન થયા તારીખ 11થી 13 ટ્રેડ શો અને એક્ઝિબિશન: વાઇબ્રન્ટ સમિટનો…

યુક્રેન, જાપાન, કોરિયા રવાન્ડા પાર્ટનર ક્ધટ્રી 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝમાં જોડાયા

અત્યાર સુધીમાં 6364 રજીસ્ટ્રેશન થયા તારીખ 11થી 13 ટ્રેડ શો અને એક્ઝિબિશન: વાઇબ્રન્ટ સમિટનો સત્તાવાર કાર્યક્રમ જાહેર

ગુજરાતના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે હવે પ્રાદેશિક સ્તરે વાઈબ્રન્ટ સમીટનું આયોજન થઈ રહ્યું છે. રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ ’રીઝયોનલ વાઈબ્રન્ટ સમીટ’ યોજાવા જઈ રહી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેની વિગતો આપી હતી.

આ સમીટમાં માત્ર ભારત જ નહીં, પરંતુ 22 જેટલા દેશોના પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ખાસ કરીને યુક્રેન, જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશો સહભાગી થશે. અત્યાર સુધીમાં 6000 થી વધુ લોકોએ નોંધણી કરાવી છે. મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારા ટ્રેડ શોમાં અદાણી અને રિલાયન્સ જેવી મોટી ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજરી આપશે.

11 જાન્યુઆરીએ બપોરે 3.30 કલાકે મારવાડી યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ અને ટ્રેડ શોનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ કાર્યક્રમની થીમ ’રીજીયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન’ રાખવામાં આવી છે. કાર્યક્રમ માટે 4000 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ ’ઇનોગ્યુરલ ડોમ’ તૈયાર કરવામાં આવ્યો છે.

પાર્ટનરતારીખે યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો જોડાયા છે.અત્યાર સુધીમાં ભારત સહિત કુલ 23 દેશોમાંથી 6,364 જેટલા રજિસ્ટ્રેશન નોંધાયા છે. 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ઉપરાંતD.R.D.O., HAL, અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ અને રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ આમાં સહભાગી થશે.

વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ,સહિતના મોટાભાગના કેન્દ્રિય મંત્રીઓ સહિત અનેક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજરી આપશે. આ ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેમ કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, પંજ પટેલ, સુધીર મેહતા, પરાક્રમસિંહ જાડેજા, ચંદુભાઈ વોરાણી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના નામી ઉદ્યોગ સાહસિકોની હાજરીથી કોન્ફરન્સને વિશેષ મહત્ત્વ મળશે.

આ પ્રદર્શનમાં છ હજારથી કંપનીઓ ભાગ લેશે અને અંદાજે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ તેમજ 6000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેવાની ધારણા છે. પ્રદર્શનના સ્થળ પર કુલ 6 વિશાળ હોલ (હોલ A, B,C,D E અને F ) તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે પ્રત્યેક 1000 ચોરસ મીટરમાં ફેલાયેલા હશે. આ ઉપરાંત, નાના ઉદ્યોગો માટે ખાસ 1000 ચોરસ મીટરનો MSME પેવેલિયન પણ તૈયાર કરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે 4000 લોકોની ક્ષમતા ધરાવતો ’ઇનોગ્યુરલ ડોમ’ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 20થી વધુ સેમિનાર હોલ અને VIP લાઉન્જની સુવિધા ઊભી કરાઈ છે. મીડિયા કર્મીઓ માટે ખાસ ટેગોર બિલ્ડિંગ ખાતે બ્રિફિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભવ્ય રોડ-શો અને સ્વદેશી થીમ પર સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના જૂના એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. રાજકોટના જુના એરપોર્ટ થી લઇ કિસાનપરા ચોક સુધી વડાપ્રધાન દ્વારા રોડ શો કરવામાં આવશે. વડાપ્રધાનનું સ્વાગત જેમાં અલગ અલગ 100 થી પણ વધુ ’સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની થીમ પર સ્લોટ ઉભા કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની સાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *