સુત્રાપાડામાં મચ્છીના દંગામાં કામ કરતી 22 મહિલાઓને કેમિકલની અસર

  સુત્રાપાડા પોલીસે માનવશરીરને નુકશાન કારક એવા કેમીકલનો બેફામ રીતે ઉપયોગ કરનાર દંગાના માલિક તથા વેપારી વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી.…

 

સુત્રાપાડા પોલીસે માનવશરીરને નુકશાન કારક એવા કેમીકલનો બેફામ રીતે ઉપયોગ કરનાર દંગાના માલિક તથા વેપારી વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વેરાવળ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ની સુચના અન્વયે સુત્રાપાડા પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ સુત્રાપાડા-કોડીનાર હાઇવે રોડ ઉપર આવેલ સાંઇ સાગર મચ્છીના દંગામાં કામ કરનાર રર મહિલાઓને કેમીકલની અસરના કારણે ઉલ્ટી તથા શ્વાસલેવામાં તકલીફ થતાં સુત્રાપાડા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હોય જેની ગંભીરતા સમજી તાત્કાલિક દવાખાને જઇ ભોગ બનનાર દિપ્તીબેન પ્રભુદાસ બારૈયા ની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી તપાસ કરતા મચ્છીના દંગામાં સાફ-સફાઇ માટે વાપરવામાં આવેલ લીક્વીડ વોટર બ્લીચ કેમીકલની અસરના કારણે આ બનાવ બનવા પામેલ હોય જેથી દંગાના માલિક તથા કેમીકલ વેચનાર વેપારીની તપાસ કરતા આ વેપારી પ્રભાસ પાટણ ભીડીયા સર્કલ જી.આઇ.ડી.સી. પાસે આવેલ હંસ કેમીકલ્સ નામની દુકાનના માલિક પ્રકાશભાઇ દયારામભાઇ મેઘાણી રહે.વેરાવળ વાળા હોય, જેની દુકાને તપાસ કરતાં તેમની દુકાનમાંથી આશરે 400 લિટર શંકાસ્પદ કેમીકલ મળી આવેલ જે કેમીકલ કબજે કરવામાં આવેલ તેમજ દંગાના માલિક દક્ષેશ રામજીભાઇ સોલંકી રહે.સુત્રાપાડા વાળા તથા કેમીકલ સપ્લાય કરનાર દુકાનદાર પ્રકાશભાઇ દયારામભાઇ મેઘાણી વિરૂૂદ્ધ તપાસ હાથ ધરેલ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *