ખંભાળિયા તાલુકામાં દારૂૂ-જુગાર સામે કડક કાર્યવાહી કરવા અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના યોગરાજસિંહ ઝાલા તથા વિરેન્દ્રસિંહ જાડેજા અને ભરતભાઈ જમોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના મહેશ્વરી સમાજના સ્મશાનના ગેટ પાસે બેસીને સ્ટ્રીટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ખીમા ચના રાઠોડ, જીતેન્દ્રસિંહ હેમતસિંહ વાળા, અસલમ રજબઅલી મીનસારીયા, સંદીપ પરસોતમભાઈ નાગર, પ્રવિણ મુનીભાઈ સોની અને દેવા સામત બથવાર નામના છ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂૂપિયા 19,600 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી.
અન્ય એક કાર્યવાહીમાં અત્રેથી આશરે 27 કિલોમીટર દૂર લાલુકા ગામેથી પોલીસે મધ્યરાત્રીના સમયે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા લખમણ દેવશી પિંડારિયા, દેવાત ભીખા પિંડારિયા, ભીખુ ગોવિંદ પિંડારિયા, દેવશી ગોવિંદ ચુડાસમા, આલા હમીર ભોચીયા અને જેસા વીરા ભાટિયા નામના છ શખ્સોને રૂૂ. 7,910 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મીઠાપુર પોલીસે આરંભડા વિસ્તારમાંથી રાત્રિના સમયે તીનપત્તીનો જુગાર રમતા નિલેશ મનસુખ પંચમતીયા, કમલેશ હંસરાજ ચંદારાણા, દીપક બાબુભાઈ કોટક અને વિશાલ ગોપાલભાઈ વિરાણીને ઝડપી લઇ, રૂા.10,210 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભીમરાણા ગામેથી રાજેશ કમાભાઈ થારૂૂ અને લખુ કચરાભાઈ લધા નામના બે શખ્સો જાહેરમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
ભાણવડ પોલીસે ચોખંડા ગામેથી કાના નગા ભાટુ, ભીમશી દેવશી વશરા, હારુન અલી મુસ્લિમ અને રસિક લાલજી પાઠક નામના ચાર શખ્સોને રૂૂ. 11,050 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
