જામનગર તાલુકાના સિક્કા ગામમાં એક મકાન ઉપર પોલીસે દરોડો પાડીને 216 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો કબજે કરી ને એક આરોપી ને ઝડપી લીધો હતો.
સિક્કા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. જે.જે.ચાવડા ની સુચના થી સર્વેલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમા હતા, ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે સિક્કા ભગવતી સોસાયટી, રામાપીરના મંદીર ની બાજુમા રહેતો ભીખાભાઈ નાગશીભાઈ ગઢ પોતાના રહેણાક મકાને ઈંગ્લીશ દારૂૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. તેથી પોલીસે દરોડો પાડ્યો હતો.અને ભારતીય બનાવટ ની અલગ-અલગ વિદેશી દારૂૂની કુલ કુલ બોટલો નંગ-216 કુલ કિ.રૂૂ.2,78,400 નો દારૂૂ કબજે કરી આરોપી વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. આરોપી ભીખાભાઈ નાગશીભાઈ ગઢ ની પૂછપરછમાં દારૂૂ નો જથ્થો રાજુ કોડીયાતર (રહે.રાણપર તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા) એ સપ્લાય કર્યો હોવાનું ખુલતાં પોલીસે રાજુ કોડીયાતર ને ની ફરારી જાહેર કરી તેની શોધખોળ શરૂૂ કરી છે.
કનસુમરા પાસેથી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો
જામનગર નજીકના કનસુમરા ગામના પાટીયા પાસેથી એલસીબી પોલીસે એક શખસ ને 290 નંગ દારૂૂના ચપલા સાથે ઝડપી પાડ્યો છે. જામનગરની એલ.સી.બી.પોલીસ ના સ્ટાફ એ પૂર્વ બાતમી ના આધારે જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીપા પાસે આવેલ આશાપુરા પાર્ટીની બાજુમાં ધનશ્યામસિંહ હનુભા ચાવડા ( રહે.નવાગામ ઘેડ માસ્તર સોસાયટી જામનગર) ને ઇંગ્લીશ દારૂૂના ચપટા નંગ-290 કિ.રૂૂ.29,000 સાથે ઝડપી લીધો હતો. આરોપી ઘનશ્યામસિંહ ચાવડા ની પૂછપરછ માં દારૂૂ નો જથ્થો સુરત ના રાજુ પાસેથી લઇ આવેલ નુ જણાવેલ છે.આથી પોલીસે રાજુ નું પગેરું પણ દબાવ્યું છે.
