રાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.…

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ. રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 214 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. જયારે મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબરરોડ, પરાબજાર. ગુંદાવાડી. પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, ધરાર માર્કેટ, સંતકબિરરોડ, પેડક રોડ, કોઠારીયા રોડ પાસેથી જુદી-જુદી અન્ય 635 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. આ ઉપરાંત મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્યુબેલી. જંક્શન રોડ, ઢેબર રોડ. પરાબજાર, ગુંદાવાડી, ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી 2325 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. જયારે પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ પાસે થી રૂૂ.58,250/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

અટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક, 80ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ પરથી રૂૂ.4,43,470/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ. બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા, સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, યુનારાવાડ મેઈન રોડ, 80ફુટ રોડ, કોઠારીયા સોલવન્ટ પરથી 2507 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *