શ્રીલંકાના ચાના પહાડી વિસ્તારમાં રવિવારે એક પેસેન્જર બસ ખડક પરથી લપસીને ખીણમાં પડી ગઈ છે, જેમાં 21 લોકોના મોત થયા અને 35 લોકો ઘાયલ થયા છે. શ્રીલંકાના પોલીસ પ્રવક્તાએ આ દુ:ખદ અકસ્માત અંગે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે કોલંબોથી લગભગ 140 કિલોમીટર (86 માઇલ) પૂર્વમાં કોટમાલે શહેર નજીક મધ્ય શ્રીલંકાના એક પહાડી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો.
પોલીસ પ્રવક્તા બુદ્ધિકા માનથુંગાએ જણાવ્યું હતું કે ચા ઉત્પાદક પહાડી વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે.
અને 35 અન્ય ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.
એક સ્થાનિક ટેલિવિઝનમાં બસ ખાડાના તળિયે પલટી ગયેલી દેખાઈ, જ્યારે કામદારો અને અન્ય લોકો ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા. ડ્રાઇવર ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત સમયે બસમાં લગભગ 50 લોકો સવાર હતા.
