ક્રાઈસ્ટ હોસ્પિટલ પણ ઝપટે ચડી, અમદાવાદ-સુરત-ગાંધીનગર-તાપી-છોટા ઉદેપુરની હોસ્પિટલો પર તવાઈ
અમૂક હોસ્પિટલોએ સારવાર કરતા મોટી રકમના દાવા કર્યા, કેટલીકમાં બાળકોના મૃત્યુનું પ્રમાણ ઉંચું
ગુજરાતમાં લોકોને સરકારી પૈસે સારવાર આપવા માટે બહુ ઉપયોગી એવી પી.એમ.જે.વાય. યોજનામાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકારે કડક નિયમો બનાવ્યા હોવા છતાં અનેક હોસ્પિટલો નિયમોનો ઉલાળિયો કરી ગેરરીતિ આચરતી હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલથી જૂન-2025 દરમિયાન ચાલુ વર્ષના પ્રથમ ત્રણ માસમાં જ રાજકોટની બે નામાંકિત ગોકુલ અને ક્રાઈસ્ટ સહિત 21 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કાઢવામાં આવેલી ક્વેરીના જવાબમાં યોગ્ય રીતે ન આપવા નિયમોનું પાલન ન કરવું, વિગેરે ગેરરિતીઓ બહાર આવી છે. જેના કારણે હોસ્પિટલોને અલગ અલગ સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ ઉપરાંત અમુક હોસ્પિટલોમાં ફાયર એનઓસી ન હોવી, એનઆઈસીયુ અને પીઆઈસીયુ ઉપરાંત ડાયાબિટીસમાં ગાઈડલાઈનનું પાલન ન કરવું, સીસીટીવી કેમેરા તેમજ યોગ્ય સ્વચ્છતાનો અભાવ, અન્ય હોસ્પિટલોના દર્દીને દાખલ કરવા, પ્રોસિજરનો ભંગ કરવો વિગેરે ગેરરિતીઓ બહાર આવી છે.
ચાલુ વર્ષમાં કેટલીક હોસ્પિટલમાં બાળકીના મૃત્યુ દરનું પ્રમાણ પણ ઉંચુ હોવાનું મોનિટરીંગમાં નોંધાયુ છે તો કેટલીક હોસ્પિટલો દ્વારા લેબોરેટરીના રિપોર્ટમાં ચેડા કરીને દર્દીની સારવારમાં મોટી રકમનો દાવો કરાતો હતો. નિયોનેટલ કેરના કિસ્સામાં અમુક હોસ્પિટલો દ્વારા ઉંચા પેકેજની પસંદગી કરાયાનું તો કેટલીક હોસ્પિટલના કેટલાક માળ માટે બીયુ પરમિશન નહીં હોવાનું પણ ધ્યાન પર આવ્યું હતું. આવી હોસ્પિટલોને ત્રણ વર્ષ માટે ત્રણ સસ્પેન્ડ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદની ઇન્સ્ટિ.ઓફ મેડિકલ સર્વિસીસનું ઙખઉંઅઢ રદ કરવામાં આવ્યું છે, નિયમભંગ, ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે, ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે અને તબીબો અને હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે.
આરોગ્ય વિભાગે લેબ રિપોર્ટમાં ચેડા કરવા સહિતના કારણોસર કાર્યવાહી કરી છે, રાજકોટ,સુરત,ગાંધીનગર, તાપી, અમદાવાદ,છોટાઉદેપુરમાં હોસ્પિટલો સામે કાર્વયાહી કરાઈ છે, રાજકોટની ગોકુલ, સુરતની કે.સંઘવી હોસ્પિટલને પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરાઈ છે, પાટણની આસ્થા,રાજકોટની ક્રાઇટ્સ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઈ છે.
આ હેલ્પલાઇન સંદર્ભે આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ કે, દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.આ હેલ્પપલાઇનથી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (ઈઉઇંઘ) અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને જખજ તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.
