સોમનાથ રૂૂદ્રેશ્વર મંદિર સંકુલ કે જે સોમનાથ ટ્રસ્ટ અમારી અરજી કે માંગણી પૂરી કર્યા વગર સંપાદિત કરી દીધેલ છે તે સંકુલમાં આવેલ અમારા પરિવારના સૌથી વધુ પૂર્વજોની સમાધિઓ આવેલ હતી જે અમારી જાણ બહાર સમાધિસ્થાન તોડી નાખવામાં આવેલ છે જેથી અમારી આસ્થા અને શ્રદ્ધાને ઠેસ પહોંચેલ છે અને અમારા પિતૃઓ સાથે ભાવનાત્મક સંબંધોનું હનન થયેલ છે.
જે અંગેનું એક આવેદન પત્ર આજરોજ દશનામ ગૌસ્વામી પરિવારના અને રૂૂદ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ગૌસ્વામી ભાવેશ ગીરી ભોવાનગીરી ની સહીથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી તથા સોમનાથ જનરલ મેનેજર તથા ટ્રસ્ટીઓ રાજ્યના મુખ્યમંત્રી તથા જિલ્લા કલેકટર અને સાંસદ અને ધારાસભ્યને પાઠવેલ છે સમાધિઓ જે તોડી પડાયેલ છે તે પૂર્વના દિવસોમાં ટ્રસ્ટ અને તેના પૂજન અને રૂૂદ્રેશ્વર મંદિર દર્શન પૂજન મંજૂરી આપવા માંગણી કરવામાં આવી હતી આમ છતાં આવું કૃત્ય કરવામાં આવેલ છે
(તસ્વીર દેવાભાઇ રાઠોડ)
