ઘણા ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બર એટલે કે સોમવારે પંજાબ બંધનું આહ્વાન કર્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેમની તબિયત બગડતી હોવા છતાં, દલ્લેવાલને મેડિકલ મદદ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ ઇનકાર કરી રહ્યા છે. તેઓ 35 દિવસથી ઉપવાસ પર છે. ખેડુત આંદોલનને ધ્યાનમાં રાખી રેલવેએ 163 ટ્રેનો રદ કરી છે. અહેવાલો મુજબ ખેડુતોએ આજે 200 થી વધુ સ્થળોએ ચકકાજામ કર્યો હતો.
https://x.com/PTI_News/status/1873582162852876406
કિસાન મજદૂર મોરચા (કેએમએમ) અને સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ બિન-રાજકીય) એ બંધનું એલાન આપ્યું છે, જે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. દલ્લેવાલ એમએસપી એટલે કે તમામ પાક પર લઘુત્તમ ટેકાના ભાવ સહિત 13 કૃષિ માંગણીઓ માટે ઉપવાસ કરી રહ્યા છે.
સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તબીબી સંભાળ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત લગ્નના સરઘસ પણ કોઈપણ અવરોધ વિના પસાર થઈ શકશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે સોમવારે સંપૂર્ણ બંધ રહેશે, પરંતુ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કેન્દ્ર ખેડૂતોની માંગણીઓ સાંભળવા તૈયાર નથી.
https://x.com/PTI_News/status/1873586155645792419
ખાસ વાત એ છે કે પંજાબની મોટાભાગની શાળાઓમાં શિયાળાની રજાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં બંધની કોઈ ખાસ અસર થવાની શક્યતાઓ ઓછી છે. જો કે, ઘણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ સમયપત્રકમાં ફેરફાર કર્યા છે. પંજાબ યુનિવર્સિટીએ શનિવારે માહિતી આપી છે કે સોમવારે લેવાનારી પરીક્ષાઓ મંગળવારે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાં સોમવારે જે ઞૠ પરીક્ષાઓ યોજાવાની હતી તે હવે 12 જાન્યુઆરી, 2025 ના રોજ લેવામાં આવશે.
ટ્રક ઓપરેટરો દ્વારા ખેડૂતોને આપવામાં આવતા સમર્થનને કારણે ફળો, શાકભાજી અને દૂધ બજારોને અસર થઈ શકે છે. તેમજ દૂધ વિક્રેતાઓએ બંધ દરમિયાન કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં બંધ સમય દરમિયાન દૂધનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે.
BPSC પરિણામો રદ કરવાની માંગ કરતા વિદ્યાર્થીઓ પર લાઠીમાર: આજે ચક્કાજામ
બીપીએસસી (બિહાર પબ્લિક સર્વિસ કમિશન) ની 70મી સંયુક્ત પરીક્ષા રદ કરવાની માગણી સાથે છેલ્લા 12 દિવસથી પટનામાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. બીપીએસસીના ઉમેદવારોએ રવિવારે સાંજે સીએમ આવાસ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાત્રે 8 વાગ્યે પટના પોલીસે વિદ્યાર્થીઓને સીએમ આવાસ સુધી પહોંચતા રોકવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ પછી વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષાની માંગણી તેજ કરી છે. દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓને ઉશ્કરેવા બદલ જનસુરજ પક્ષના નેતા પ્રશાંત કિશોર સહીત 19 સામે એફઆઇઆર નોંધી છે. આ ઉપરાંત અન્ય 700 અજાણ્યા શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે. વિદ્યાર્થીઓ પર પોલીસ બળના ઉપયોગને લઈને વિપક્ષ નીતિશ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન, બીપીએસસી એ સીપીઆઇએ પુન: પરીક્ષાને લઈને 30મી ડિસેમ્બરે બિહાર બંધ અને ચક્કા જામની જાહેરાત કરી છે. ઈઙઈંએ પણ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. બીજી બાજુ એક ફેસબુક પોસ્ટમાં, આરજેડી નેતા અને બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. જો કે, તેજસ્વી યાદવે તેમનું નામ ન લીધું પરંતુ આરોપ લગાવ્યો કે ભાજપના ઈશારે તેમની બી ટીમના લોકોએ આ આંદોલનને કચડી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. તેજસ્વી યાદવે કહ્યું કે કેટલાક લોકો આ આંદોલનને હાઈજેક કરવા માંગે છે.