રાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારતા હોય જે અંતર્ગત જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ જાડેજા, રવિભાઈ માંકડિયાની આગેવાની…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારતા હોય જે અંતર્ગત જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ જાડેજા, રવિભાઈ માંકડિયાની આગેવાની હેઠળ તેમજ આ કાર્યક્રમના જીલ્લા ઇન્ચાર્જ હરેશભાઈ હેરભા, સહ-ઇન્ચાર્જ રાજુભાઈ ધારૈયા, મનોજભાઈ રાઠોડ, ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઇન્ચાર્જ નવીનપરી ગૌસ્વામી, સહ-ઇન્ચાર્જ ચંકિતભાઈ રામાણી,વિજયભાઈ રાઠોડ, ભીડ ભંજન મહાદેવ મંદિરના ઇન્ચાર્જ રાજુભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જ રાહુલભાઈ આસનાણી, અશોકભાઈ ઉંધાડ દ્વારા સુચારુ આયોજન કરી રાજકોટ જીલ્લાને ફાળવેલ 200 બસ તેમજ પ્રાઈવેટ વાહનો દ્વારા રાજકોટ જીલ્લામાંથી 15 હજાર કરતા પણ વધુ લોકો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં જોડાશે. આ પર્વ અંતર્ગત રાજકોટ જીલ્લાના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર, જેતપુરના ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે અને રાજકોટ જીલ્લાના શિવમંદિરોમાં 72 કલાક અખંડ ઓમકાર નાદ સાથે ધૂન-ભજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આ પર્વના મુખ્ય આકર્ષણો અંતર્ગત સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *