સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગમાં સર્જરી વિભાગમાં ત્રણ લીફટ આવેલી છે. એક લીફટ ત્રણ દિવસ પહેલા બંધ પડી ગઇ હતી. બાદ માં આજે વધુ એક લીફટ બંધ થઇ જતા ત્રણમાંથી બે લીફટ બંધ હોવાથી માત્ર એકજ લીફટ ચાલુ હોય જેથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ-ત્રણ દિવસ સુધી લીફટ બંધ હોવા છતા લીફટ મેન્ટેન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની દ્વારા રીપેરીંગ કરવામાં આવતુ નથી ત્યારે સિવિલના સતાધીશો દ્વારા દર્દીઓને પડતી હાલાકી અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. (તસવીર: મુકેશ રાઠોડ)
