નારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત

શહેરમા સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા યુવકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ છે. જયારે વર્ધમાનનગરમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃધ્ધનુ હૃદય રોગના…

શહેરમા સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા યુવકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ છે. જયારે વર્ધમાનનગરમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃધ્ધનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા પ્રિતેશ દલસુખભાઇ વેકરીયા નામનો 39 વર્ષનો યુવાન રાત્રીના 10 વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયા તેનુ મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. જયારે બીજા બનાવમા વર્ધમાનનગર શેરી નં 3 મા રહેતા અને એકલવાયુ જીવન જીવતા શૈલેષ વૃજલાલ વરીયા (ઉ.વ. 70) નામના વૃધ્ધનુ તેમના મકાનમાથી 4-પ દિવસથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી ફોરેન્સીક પીએમ કરાવતા વૃધ્ધનુ હાર્ટ એટેકથી મોત નિપજયાનુ ખુલ્વા પામ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *