RMCને 2.43 લાખ કરદાતાએ ભર્યો એડવાન્સ વેરો, 10 ટકા વળતરના 12 દિવસ જ બાકી

રાજકોટ મનપાની ટેક્સ શાખાની તિજોરી મોટાભાગે સામે ચાલીને વેરો ચુકવવા આવે તેવા પ્રમાણિક કરદાતાઓના જોરે જ ભરાય છે. એ સિવાયના રીઢા બાકીદારો કોઇને કોઇ રીતે…

રાજકોટ મનપાની ટેક્સ શાખાની તિજોરી મોટાભાગે સામે ચાલીને વેરો ચુકવવા આવે તેવા પ્રમાણિક કરદાતાઓના જોરે જ ભરાય છે. એ સિવાયના રીઢા બાકીદારો કોઇને કોઇ રીતે સાણસામાં આવતા નથી. આ વખતે પણ એડવાન્સ વેરો ભરનાર આસામીઓને વળતર આપવાની યોજના ચાલુ થયાના અત્યાર સુધીમાં 2 લાખ 43 કરદાતાઓએ એડવાન્સ વેરો ચુકવ્યો છે.

તેમાથી 1,86,253 કરદાતાઓએ ઘરે બેઠા ઓનલાઇન સુવિધાનો લાભ લીધો છે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04-2026 ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-18-05-2026ના રોજ કુલ 2,43,993 કરદાતા દ્રારા રૂૂ. 152.96 કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ 1,86,253 કરદાતા દ્રારા ઓનલાઇન રૂૂ. 111.21 કરોડ તથા 57,731 કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂૂ. 41.74 કરોડ આવક થયેલ છે. આ કુલ વેરામાં 18.30 કરોડ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.

ગયા વર્ષની સરખામણીમાં આજદિન સુધીમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રૂૂ.47.15 કરોડની સામે ચાલુ વર્ષમાં રૂૂ.48.45 કરોડ, ઈસ્ટ ઝોન વિસ્તારમાં રૂૂ.31.85 કોરડની સામે ચાલુ વર્ષમાં રૂૂ.32.03 કરોડ અને વેસ્ટ ઝોન વિસ્તારમાં રૂૂ.69.01 કરોડની સામે ચાલુ વર્ષમાં 72 કરોડ, આમ કુલ ગયા વર્ષે આજદિન સુધીમાં રૂૂ.148 કરોડની સામે ચાલુ વર્ષ રૂૂ.152.96 કરોડના વેરાની ભરપાઈ કરવામાં આવેલ છે. આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ 31-05-2026 સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ 1 જુન 2026 થી 30 જુન 2026 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *