સુરતમાં 19 વર્ષીય મોડેલે કરેલો આપઘાત, ઘરમાં જ ફાંસો ખાઇ લીધો

સુરતના સારોલી વિસ્તારમાં બહેનપણીઓ સાથે રહેતી 19 વર્ષીય મોડેલે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે. મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશની વતની સુખપ્રીત…

સુરતના સારોલી વિસ્તારમાં બહેનપણીઓ સાથે રહેતી 19 વર્ષીય મોડેલે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે.

મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશની વતની સુખપ્રીત લખવિંદરસિંહ કૌર નામની 19 વર્ષની મોડેલે ગતરાત્રે પોતાની ભાડાની રૂમમાં જ ફાંસો ખાઇ જીવ ટુંકાવી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ સારોલી કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી.

યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત સુખપ્રીતે ઘરે બેડરૂૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે. સારોલી પોલીસે આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *