દુબઇને બદનામ કરતા વીડિયો બદલ 19 ભારતીયોની ધરપકડ

અન્ય દેશોના 16 પણ જેલભેગા: યુએઇ સરકાર દ્વારા કડક ડિજિટલ સુપરવિઝન મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાતએ સોશિયલ મીડિયા…

અન્ય દેશોના 16 પણ જેલભેગા: યુએઇ સરકાર દ્વારા કડક ડિજિટલ સુપરવિઝન

મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાતએ સોશિયલ મીડિયા પર ભ્રામક અને બનાવટી વીડિયો ક્લિપ્સ શેર કરવાના આરોપમાં 19 ભારતીય નાગરિકો સહિત કુલ 35 લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. UAEની સત્તાવાર સમાચાર એજન્સી ’એમીરેટ્સ ન્યૂઝ એજન્સી’ના નિવેદન અનુસાર, આ તમામ આરોપીઓને ઝડપી સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

હાલમાં જાહેર કરવામાં આવેલી યાદીમાં વિવિધ દેશોના 25 લોકોના નામ સામેલ છે, જેમાં 17 ભારતીયો છે. આ અગાઉ શનિવારે જાહેર કરાયેલી 10 લોકોની યાદી કરતા અલગ છે, જેમાં બે ભારતીયોનો સમાવેશ થતો હતો અને જેમની ધરપકડના આદેશ પહેલાથી જ આપી દેવામાં આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં કુલ 19 ભારતીયો આ મામલામાં સપડાયા છે.

UAEના એટર્ની જનરલ ડો. હમદ સૈફ અલ શમ્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’આ કાર્યવાહી ડિજિટલ પ્લેટફોર્મની કડક દેખરેખ બાદ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખોટી માહિતી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલ સામગ્રીના પ્રસારને રોકવાનો છે. આવી પોસ્ટ્સ જાહેર વ્યવસ્થા બગાડવા અને દેશની સામાન્ય સ્થિરતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે.

તપાસ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ત્રણ જૂથોમાં વહેંચાયેલા હતા અને અલગ-અલગ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેઓ વર્તમાન ઘટનાઓ સાથે સંબંધિત વાસ્તવિક વીડિયો ક્લિપ્સ પોસ્ટ કરવા ઉપરાંત, AIની મદદથી નકલી વીડિયો બનાવવા અને સૈન્ય આક્રમણ કરનાર દેશના નેતૃત્વ તથા સૈન્ય કાર્યવાહીની પ્રશંસા કરી તેનો પ્રચાર કરવામાં સંડોવાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *