કુલ 96 હજારનો મુદ્દામાલ જપ્ત, દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો? તપાસ શરૂ
મોરબીના મફતિયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 189 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી અજીતભાઇ બચુભાઇ બણોધરા ઉ.વ 33 રહે મોરબી-ર કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે મોરબી-ર વાળા આરોપીને પોતાના રહેણાક મકાન માથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ 189 જેની કિ.રૂૂ 91,467/- નો મુદામાલ તથા મોબાઇલ ફોન 1 જેની કિ.રૂૂ 5000/- મળી કુલ કિ.રૂૂ.96467/- ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે. (તસવીર : યોગેશ પટેલ)