બગસરાથી સુરત જવા માટે સાંજના ઉપડેલી સ્લીપર બસ વડીયા-કુંકાવાવ વચ્ચે પલટી મારી જતા બસમાં સવાર 18 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જયારે ડ્રાઈવરને ગંભીર ઈજા થતા જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બગસરાથી સાંજના 4:30 કલાકે ઉપડતી સુરત સ્લીપર બસ વડીયાથી ઉપડયા બાદ કુંકાવાવ જવાના માર્ગ પર અચાનક જ ગાય આડી ઉતરતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે ડ્રાઈવર રાજાભાઈ હુણને ગંભીર ઈજા થતા તાત્કાલિક જેતપુર અને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા બગસરા ડેપો મેનેજર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બગસરા-સુરત એસ.ટી. બસ પલટી મારી જતા 18 મુસાફરો ઘાયલ
બગસરાથી સુરત જવા માટે સાંજના ઉપડેલી સ્લીપર બસ વડીયા-કુંકાવાવ વચ્ચે પલટી મારી જતા બસમાં સવાર 18 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જયારે ડ્રાઈવરને…