મનપાના વેરાવિભાગ દ્વારા આજે પેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ 18 કોમર્શીયલ મિલ્કતો સીલ કરી સ્થળ ઉપર રૂા. 38.60 લાખની વેરાવસુલાત કરી હતી.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે લોહાણાપરા મેઇન રોડ પર આવેલ’રઘુનાથજી આર્કેડ’ સેક્ધડ ફ્લોર શોપ નં-213 ને સીલ મારેલ, કૃષ્ણપરામા 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.06 લાખ, પેલેસ રોડ પર આવેલ સમર્થ સેક્ધડ ફ્લોર શોપ નં-201 ને સીલ મારેલ, ભૂપેન્દ્રરોડ પર આવેલ ‘શ્રીરોમણી કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-32 ને સીલ મારેલ, કડીયાનવી લાઇનમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.95 લાખ, પેલેસ રોડ પર આવેલ આર.કે.કોમ્પ્લેક્ષ માં 1-યુનિટને સીલ મારેલ, ભૂપેન્દ્રરોડ પર આવેલ ‘શ્રીરોમણી કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-4 ને સીલ મારેલ, કનક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.44 લાખની કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે વિજય પ્લોટમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ,59,599, લોહાણાપરામાં ‘રઘુનાઠ આર્કેડ સેક્ધડ ફલોર શોપ નં-218ને સીલ મારેલ, રામનાથ ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.70 લાખ., મરૂૂતી ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટની સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ અટીકા શેરી નં-7માં 1-યુનિટને સીલ મારેલ, પ્રગતી સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.83,250, બોલબાલા રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,590, હરી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.80,320ની કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક,સેન્ટ્રલ ઝોનમેનેજરવત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોનમેનેજરમયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોનમેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કરતથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
