ટ્રાન્સપોર્ટમાં મોકલેલી સ્કોચની 174 બોટલ ઝડપાઈ

બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અજમાવવામાં આવતાં હોય છે. જો કે પોલીસ પણ બુટલેગરોના આવા કિમીયાને નિષ્ફળ બનાવવા સતર્ક થઈ ગઈ છે ત્યારે…

બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અજમાવવામાં આવતાં હોય છે. જો કે પોલીસ પણ બુટલેગરોના આવા કિમીયાને નિષ્ફળ બનાવવા સતર્ક થઈ ગઈ છે ત્યારે શહેરની ભાગોળે બેડી અને સોખડા ચોકડી વચ્ચે આવેલા એસીપીએલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટમાં મોકલેલા બેરલમાં લાકડાના ભુસ્સાની આડમાં છુપાવેલો મોંઘી બ્રાંડનો 174 બોટલ દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે 6.23 લાખનો દારૂ કબજે કરી રાજસ્થાનથી દારૂ મોકલનાર અને મોરબીમાં દારૂ લેનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, પી.સી.બી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઇ બીજલભાઇ કળોતરા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન બાતમી મળી હતી કે બેડી ચોકડી અને સોખડા ચોેકડી વચ્ચે આવેલા અઈઙક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લોખંડના બેરલોમાં છુપાવીને દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પીએસઆઈ પી.બી. ત્રાજીયા અને તેમની ટીમે બે પંચોને સાથે રાખીને વહેલી સવારે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનના મેનેજર નરેશકુમાર રામનીવાસ શર્મા હાજર મળી આવ્યા હતા.

ગોડાઉનની જડતી લેતા પોલીસને વાદળી રંગના લોખંડના 28 નાના બેરલો મળી આવ્યા હતા. આ બેરલો ખોલતા તેમાંથી લાકડાનો પાવડર ભરેલો હતો. જેની અંદર અત્યંત ચાલાકીથી વિદેશી દારૂૂની બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા તેમાંથી જેમસન આઇરિશ વ્હિસ્કી (30 બોટલ), જે એન્ડ બી સ્કોચ (24 બોટલ), જોની વોકર રેડ લેબલ (36 બોટલ), બેલેન્ટાઇન સ્કોચ (48 બોટલ), ડ્યુઅર્સ વ્હિસ્કી (12 બોટલ) અને એબ્સોલ્યુટ વોડકાના બે અલગ-અલગ ફ્લેવરની 24 બોટલો મળી કુલ 174 બોટલ કિ.રૂા.6,22,680 મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂૂનો જથ્થો રાજસ્થાનના નીમરાણાથી મોકલવામાં આવ્યો હતો. મોકલનાર વ્યક્તિ મોબાઈલ નંબર 8107540701 નો ઉપયોગ કરી રહ્યો હતો, જ્યારે આ જથ્થો મોરબી ખાતે રહેલી વ્યક્તિને મોકલવાનો હતો જે મોબાઈલ નંબર 9662159979 નો ઉપયોગ કરી રહી હતી. હાલમાં પોલીસે બંને મુખ્ય સૂત્રધારો સામે ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રાન્સપોર્ટ મેનેજરની હાજરીમાં પંચનામું કરી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે.

ક્રાઇમ બ્રાન્ચનો સપાટો: દોઢ લાખના દેશી દારૂૂ સાથે બે શખ્સો ઝડપાયા
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડી.સી.પી. (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એ.સી.પી. બી.બી. બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની ટીમ દ્વારા આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા 150 ફૂટ રિંગ રોડ પર કેટલાક શખ્સો દારૂૂના જથ્થા સાથે ઉભા હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી કિશન ભીખાભાઇ માથાસુડીયા: (ઉં.વ. 20, રહે. ચોરવીરા ગામ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) ધવલ ઉર્ફે રમેશ કરશનભાઇ મણદુરીયા: (ઉં.વ. 22, રહે. કેસરપર ગામ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી રૂૂ.1.50 લાખનો 750 લીટર દેશી દારૂૂ તેમજ GJ 13 AW 0302 નંબરની બોલેરો પીકઅપ સહીત રૂૂ.3.50 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ દરોડામાં પુછપરછમાં સડોવાયેલ અન્ય એક શખ્સ, પરેશ રવજીભાઇ માથાસુડીયા (રહે. ચોરવીરા, તા. સાયલા), નું નામ ખુલ્યું હતું. જેની ધરપકડ માટે ક્રાઈમ બ્રાંચની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *