ચોટીલા પદયાત્રા દરમિયાન ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો
લીંબડી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 17 વર્ષીય સગીરનું મોત થયું છે. આ સગીર પરિવાર સાથે ચોટીલાની પદયાત્રા પર હતો ત્યારે આ ઘટના બની હતી.
મૃતક સગીરનું નામ વનાભાઈ વશરામભાઈ (ઉંમર 17) છે. તે ગત રાત્રે કેનાલમાં ન્હાવા ઉતર્યો હતો. પદયાત્રા દરમિયાન તે અચાનક ગુમ થતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂૂ કરવામાં આવી હતી. આજે સાંજે કેનાલમાંથી સગીરનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની ઓળખ થઈ શકી હતી.આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
