રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કલેકટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કર્યા બાદ 8 જેટલા દસ્તાવેજો શંકાસ્પદ જણાતા તેઓને નોટિસો ફટકારવામાં આવી છે. આગામી સમયમાં આ દસ્તાવેજોની નોંધો રિવિઝનમાં લેવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં પોલીસ દ્વારા નોંધણી ભવનમાં દરોડા પાડી હંગામી કર્મચારી જયદીપ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર હર્ષ સોની અને કારકુન મનીષ મહેરબાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં મુખ્ય આરોપી કિશન ચાવડા હજુ પણ ફરાર છે.
દરમિયાન આ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સીટી પ્રાંત 1 ડો. ચાંદની પરમારે તપાસ હાથ ધરી હતી આઠ જેટલી નોંધો પ્રમાણિત થયા હોવાનું બહાર આવતા આ તમામ નોંધ રિવિઝનમાં લેવા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. દરમિયાન જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે આઠ જેટલી નોંધ જે તે પાર્ટીને સાંજ સુધીમાં નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ નોંધને રિવિઝન લેવામાં આવશે
આટલા દસ્તાવેજની નોંધો રિવિઝનમાં લેવામાં આવશે
(1) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ ટી.પી.16 ના સી.સ.નં.320004 માં બોગસ દસ્તાવેજ નં.1464, 1105 તથા 1914 આધારે થયેલ હકકચોકસીનો ઠરાવ રીવીઝનમાં લેવામાં આવશે, (2) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ રૈયા ટી.પી.6 ના સી.સ.નં.140 માં બોગસ દસ્તાવેજ નં. 1224 આધારે થયેલ હકકચોકસીનો ઠરાવ રીવીઝનમાં લેવામાં આવશે, (3) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ 16/2 ના સી.સ.નં.3329/9/અ માં બોગસ દસ્તાવેજ નં.1294 આધારે દાખલ થયેલ કુલ 3 નોંધો રીવીઝનમાં રીવીઝનમાં લેવા માં આવશે (4) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ 16/2 ના સી.સ.નં.93 માં બોગસ દસ્તાવેજ નં. 1442 આધારે દાખલ થયેલ કુલ 3 નોંધો રીવીઝનમાં રીવીઝનમાં લેવામાં આવશે છે (5) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ 16/2 ના સી.સ.નં.3741 માં બોગસ દસ્તાવેજ નં.1402 આધારે દાખલ થયેલ કુલ 2 નોંધો રીવીઝનમાં લેવા માં આવશે (6) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ રૈયા ટી.પી.6ના સી.સ.નં.140 માં બોગસ દસ્તાવેજ નં.1403 આધારે દાખલ થયેલ કુલ 2 નોંધો રીવીઝનમાં લેવામાં આવશે છે
