મોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહી નીકળ્યા બાદ 15 વર્ષની સગીરા ગુમ

મોરબી શહેરમાં રહેતી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રીના સમયે સગીરા તેના ઘરની નજીકમાં આયોજિત…

મોરબી શહેરમાં રહેતી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રીના સમયે સગીરા તેના ઘરની નજીકમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા પોતાની સાથે આધારકાર્ડ રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ લઇ ગઈ છે. આ મામલે સગીરાની માતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સગીરાના પિતા ગંભીર બીમારીથી પીડાતા હોવાથી માતા ઘરકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે, આ દરમિયાન એક રાત્રે સગીરા નાની સાથે નજીકમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. પરત ન આવતા તપાસ માતા પિતા એ તપાસ કરી હતી જેમાં નાનીએ સગીરા કાર્યક્રમમાં આવી ન હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ પણ બંધ આવતા, કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *