જસદણના જીવાપર ગામે વાડીમાલિકને માર મારવાના પ્રકરણમાં 15 શ્રમિકની ધરપકડ

જસદણ તાલુકાના જીવાપર ગામે વાડી માલિકને માર મારવાના મામલે 27 પરપ્રાંતિય મજૂરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ…

જસદણ તાલુકાના જીવાપર ગામે વાડી માલિકને માર મારવાના મામલે 27 પરપ્રાંતિય મજૂરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 13 ફેબ્રુઆરીના રોજ બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં વાડીના માલિકને પરપ્રાંતિય લોકો દ્વારા માર મારવામાં આવતો હોવાનું અને એક મહિલા સાથે પણ હિંસા કરવામાં આવી હોવાનું દ્રશ્યો જોવા મળ્યા હતા.આ સમગ્ર મામલે આટકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જયેશના ભાઈ રમેશ, ગણેશ ગણો, જયેશના મોટાભાઈ, તેમના પત્ની, જયેશની માતા તેમજ અન્ય અંદાજે 20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.(નામ બદલેલ છે)
પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 15 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ હોવાનું જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *