મહેસાણાથી દ્વારકા પુનમે દર્શન કરવા માટે જતી ખાનગી બસને રાતના બે વાગ્યાના અરસામાં મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી મારી જતા 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મહેસાણા થી દ્વારકા પૂનમ દર્શન કરવા જતા મહેસાણી ખાનગી બસ રાત્રીના બે વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના આમરણ ગામ નજીક કોઇ કારણસર બસ પલટી મારી ગઇ હતી. બસ સવાર 15 મુસાફરોને ઈજા પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને સારવાર અર્થે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ખાનગી બસનો ડ્રાઇવર અકસ્માત સર્જાયા બાદ નાસી ગયો હતો.
