તમામ જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી-એડિક્શન સેન્ટર શરૂ થશે

તબીબો, નર્સિંગ સ્ટાફ, મનોવૈજ્ઞાનિકોની ટીમ કાર્યરત રહેશે, નશામુક્ત ગુજરાત અંતર્ગત સરકારનો નિર્ણય રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15…

તબીબો, નર્સિંગ સ્ટાફ, મનોવૈજ્ઞાનિકોની ટીમ કાર્યરત રહેશે, નશામુક્ત ગુજરાત અંતર્ગત સરકારનો નિર્ણય

રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતાવાળા ડી-એડિક્શન સેન્ટરો (નશામુક્તિ કેન્દ્રો) શરૂૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણયથી અત્યાર સુધી વિશેષ સારવાર માટે મોટા શહેરોનો સહારો લેતા નશાના વ્યસનથી અસરગ્રસ્ત લોકોને હવે પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે. દરેક કેન્દ્રમાં નશાની લતમાંથી મુક્તિ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડિટોક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસન જેવી સર્વગ્રાહી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ઇન-પેશન્ટ (IPD) અને આઉટ-પેશન્ટ (OPD) બંને પ્રકારની સેવાઓ પણ એક જ છત નીચે શરૂૂ કરવામાં આવશે.

દરેક કેન્દ્રમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર, મનોવિજ્ઞાનીઓ અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ કાર્યરત રહેશે, જેથી દર્દીને એક જ સ્થળે સર્વાંગી અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે. નશો માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે. તેથી આ નવી વ્યવસ્થા હેઠળ દર્દીને વ્યસન-મુક્ત કરવાની સાથે તેને ફરી સામાન્ય અને સ્વાભિમાની જીવન જીવવા સક્ષમ બનાવવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવશે.

યોજનાના અમલીકરણમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે જરૂૂરી સાધનોની ખરીદી ૠયખ પોર્ટલ મારફતે જ કરવામાં આવશે. આ ઉપરાંત કામગીરીનું નિયમિત મોનીટરિંગ, સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ હાથ ધરવામાં આવશે.

ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં નશાના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી સાથે વ્યસનથી અસરગ્રસ્તોના પુનર્વસન પર પણ વિશેષ ભાર મૂક્યો છે. તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડી-એડિક્શન સેન્ટરો શરૂૂ કરવાનો આ નિર્ણય રાજ્યના આ અભિગમને વધુ મજબૂત બનાવશે. સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શનથી નશાગ્રસ્ત વ્યક્તિઓને નવું જીવન મળશે, પરિવારોનો આર્થિક અને માનસિક બોજ ઘટશે અને વ્યસનમુક્ત સમાજના નિર્માણને વધુ વેગ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *