Connect with us

Religious

સૌરાષ્ટ્રભરના ધર્મસ્થાનો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા

Published

on

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Religious

શ્રી દ્વારકાધીશના આઠ સ્વરૂપો ની શબ્દોથી ઝાંખી

Published

on

By

લેખક: પ્રો.ડો.જગદીશ પી. ટાંકોદરા શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકા

ભારતમાં દ્વારકાને શ્રીકૃષ્ણની નગરી કહે છે. કૃષ્ણ વિશે કહેવાય છે કે કૃષ્ણ જગતગુરુ છે. કૃષ્ણ દોસ્ત છે. કૃષ્ણ સારથી છે. કૃષ્ણ નટખટ છે. ઉષ્મા પ્રેમી છે. કૃષ્ણ ચંચળ ઈશ્વર છે. કૃષ્ણની આ વિશેષતાઓને કારણે તેમના જે કાર્યો છે તે તેમની લીલાઓ તરીકે ઓળખાય છે. કૃષ્ણ સંપૂર્ણ છે. શ્રીકૃષ્ણ સુદર્શન પણ ધારણ કરી શકે છે અને રણછોડ રીતે જઈ પણ શકે છે. તે ગોપીઓને છેડી પણ શકે છે અને દ્રૌપદીના ચીર અને પૂરી પણ શકે છે. તેથી જ કૃષ્ણ દરેક સ્વરૂપમાં વહાલો લાગે છે. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહેવાય છે કે તેમનું જીવન સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાય છે. આમ ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર માનવામાં આવે છે. 64 કલાઓમાં શ્રીકૃષ્ણએ દરેક ક્ષેત્રમાં એક પોતાની અલગ છાપ છોડી છેો

(1) બાળ સ્વરૂપ :-

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણવદ આઠમના દિવસે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા, કડાકા સાથે વરસાદ પડતો હતો એ સમયે રાત્રિના બાર વાગ્યે માતા દેવકી ના કુખે જન્મ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અને તેમના જન્મ બાદ અદભુત પરિસ્થિતિ જોવા મળે છે. કૃષ્ણનો ઉછેર અને બાળપણ ગોકુળ અને વૃંદાવનમાં પસાર થયેલ છે. તેમણે બાળપણમાં જ એટલે કે બાળ સ્વરૂપમાં જ તાડકા અને પૂતનાનો વધ કર્યો છે.

(2) રક્ષક સ્વરૂપ :-

શ્રીકૃષ્ણ એક કિશોર અવસ્થામાં જ ચાલુ અને મસ્તિક જેવા ખતરનાક મલ નો વધ કર્યો હતો. જ્યારે ઇન્દ્રએ પ્રકોપ કર્યો હતો ત્યારે વૃંદાવનમાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થયોહતો ત્યારે શ્રીકૃષ્ણએ કિશોર અવસ્થામાં પર્વતને પોતાની આંગળી ઉપર ઉઠાવીને ગ્રામ વાસીઓનું રક્ષણ કર્યું હતું. એમ શ્રીકૃષ્ણ નું આ કાર્ય તેમનું રક્ષક તરીકેના સ્વરૂપના દર્શન થાય છે.

(3) શિષ્ય સ્વરૂપ :-

શ્રીકૃષ્ણ ગુરુ સાંદિપનીના આશ્રમમાં અવંતિકા ઉજ્જૈનમાં રહીને અભ્યાસ કર્યો હતો. ત્યાં શ્રીકૃષ્ણ એક સાચા શિષ્ય સ્વરૂપમાં જોવા મળે છે. શ્રીગુરુ સાંદિપનીએ ગુરુદક્ષિણામાં પોતાના મૃત પુત્રને યમરાજ પાસેથી મુક્ત કરાવવાનું કહે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગુરુદક્ષિણા આપવા માટે યમરાજ પાસે જઈને ગુરુ પુત્રને છોડાવીને ગુરુદક્ષિણા પૂર્ણ કરાવે છે. અહીંયા શ્રીકૃષ્ણ ના શિષ્ય સ્વરૂપના દર્શન થાય છે

(4) સખા સ્વરૂપ :-

શ્રીકૃષ્ણના અનેક મિત્રો છે એમ કહેવાય છે. તેમાં તેમનો ખાસ મિત્ર અંગત સુદામા છે બીજા શ્રીદામા, મધુમંગલ, સુબાહુ, સુબલ,ભદ્ર, સુભદ્રા, મણીભદ્ર, ભોજ, તોકકૃષ્ણ,વરુથપ,મધુકંદ, વિશાલ, રસાલ, મકરંદ, સદનન્દ, બકુલ, શારદ, બુદ્ધિપ્રકાશ, અર્જુન, વગેરે મિત્રોની સાથે શ્રી કૃષ્ણને સખી મિત્રો પણ અનેક હતા, જેમાં રાધા, મલ્લિકા, વિશાખા, દ્રૌપદી, વગેરે અનેક સખીઓનો સમાવેશ થાય છે આમ અહી ભગવાન એક સખા સ્વરૂપમાં જોવા મળે છે

(5) પ્રેમી સ્વરૂપ :-

શ્રીકૃષ્ણને ચાહનાર અનેક મિત્રો ગોપીઓ પ્રેમિકાઓ હતી. તેથી જ કૃષ્ણ ભક્ત કવિઓએ પોતાના કાવ્યોમાં કૃષ્ણ ગોપીની રાસલીલા ને મુખ્ય સ્થાન આપેલ છે. શ્રીકૃષ્ણની પ્રેમી પ્રેમિકાઓમાં રાધા, રૂક્ષ્મણી, અને લલિતા વગેરે અગ્રસ્થાને હતી. આ પ્રસંગમાં શ્રીકૃષ્ણની પ્રેમ સ્વરૂપ ના દર્શન થાય છે

(6) કર્મયોગી સ્વરૂપ :-

શ્રી કૃષ્ણએ જે કાર્યો કર્યા છે તે તમામ કાર્યો કે તેમને પોતાની જવાબદારીઓને કર્મો સમજીને કર્યા છે. શ્રીકૃષ્ણને પોતાના કાર્યો માટે શામ દામ દંડ અને ભેદ બધા નો ઉપયોગ કર્યો હતો. આમાં કૃષ્ણએ પોતાના કાર્યોને કર્મયોગી સ્વરૂપે કામ કરીને તે કર્મયોગી સ્વરૂપ બતાવેલ છે.

(7) ધર્મયોગી સ્વરૂપ :-

શ્રી કૃષ્ણએ ઋષિ વેદવ્યાસની સાથે મળીને ધર્મ માટે પણ ઘણા કાર્યો કર્યા છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનો અધર્મ થશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ આમ કૃષ્ણ સનાતન ધર્મની સ્થાપના ની વાત કરી છે.

(8) વીર સ્વરૂપ :-

શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણએ અર્જુનના સારથી રહીને યુદ્ધને પૂર્ણ અંત સુધી લઈ ગયા હતા. યુદ્ધ પૂર્ણ થયા પછી પોતાના બંધુઓ અને બાંધવોની રક્ષા માટે મથુરા છોડીને દ્વારકા આવ્યા હતા. અને તેઓ નહોતા ઈછતા કે જરાસંધ સાથેના પોતાની દુશ્મનીના કારણે તેમના કુળના લોકો યુદ્ધ કરે આ અહીંયા તે પોતાની વીરતા સ્વરૂપના દર્શન કરાવે છે.

(9) યોગેશ્વર સ્વરૂપ:-

શ્રીકૃષ્ણ માહરથી હતા તેમનું શરીર લાશીલું હતું પરંતુ પોતાની ઈચ્છા અનુસાર તેને વ્રજ જેવું બનાવી શકતા હતા. શ્રીકૃષ્ણમાં અનેક યોગી શક્તિઓ હતી. યોગના બળથી જ તેમને પોતાના શરીરને મૃત્યુ પર્યંત યુવાન રાખી શક્યા હતા.

(10) અવતારી સ્વરૂપ :-

શ્રી કૃષ્ણ અવતારી પુરુષ હતા કારણ કે તેમણે પોતાનું વિરાટ સ્વરૂપ રણ મેદાનમાં જ બતાવીને સિદ્ધ કરી આપ્યું હતું કે તે એક અવતારી પુરુષ છે.

(11) રાજનીતિકનો અને કુટનિતિકનો સ્વરૂપ:-

શ્રીકૃષ્ણએ પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન કુટનીતિ દ્વારા પરિસ્થિતિને પોતાના તરફ ઢાળીને ભવિષ્યનું નિર્માણ કર્યું હતું. શ્રીકૃષ્ણએ કર્ણના કવચ અને કુંડલનું દાન કરાવ્યું હતું. દુર્યોધનને સંપૂર્ણ શરીર વ્રજનું બનાવતા અટકાવ્યું હતું આમ કૃષ્ણના અનેક આવા કાર્યોથી તે

રાજિતિકના અને કૂટ નીતિજ્ઞા નું સ્વરૂપ જોવા મળે છે.

શ્રીકૃષ્ણના મુખ્ય કહેવાયેલી ગીતા વિશે તો એમ કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિમાં એવી કોઈ સમસ્યા નહીં હોય કે જેનો ગીતામાં ઉલ્લેખ ન હોય, તેથી જ ગીતાને ધર્મગ્રંથ નહીં પરંતુ જીવન ગ્રંથ કહેવાય છે. શ્રીકૃષ્ણનો ગીતા દ્વારા એ પણ સંદેશ છે કે દરેક માણસે પોતાની લડાઈ પોતે લડવી પડે છે તમને કોઈ વ્યક્તિ મોટીવેશન કરી શકે ગાઈડ કરી શકે પણ લડાય તો તમારે જ લડવી પડે શ્રીકૃષ્ણ કહે છે કે તમો કર્મ કરો પણ ફળની ચિંતા ના કરો ફળ તો આપોઆપ તમને મળી જ જશે.

શ્રી કૃષ્ણએ પોતાની જિંદગી પણ સંઘર્ષમય રીતે જીવી છે અને બધી જ લડાઈ પોતે જ જાતે જ લડવી લડી છે કારણ કે શ્રીકૃષ્ણનો જન્મ કારાવાસમાં રાત્રિના 12:00 વાગ્યે વરસતા વરસાદની વચ્ચે થયો હતો એટલે કે મથુરા થી ગોકુળ, ગોકુળ થી વૃંદાવન અને ત્યાંથી દ્વારકા અને છેલ્લે અંત વેરાવળ નજીક ભાલકા તીર્થમાં નિર્માણ પૂર્ણ કરેલ છે આમ એમ કહેવાય છે કે અંત સમયે પણ શ્રીકૃષ્ણ એકલા જ હતા.

આથી છેલ્લે ટૂંકમાં એમ કહી શકાય કે ભગવાન શ્રીકૃષ્ણની જિંદગી અને તેમને કરે કહેલી ગીતા ને જો કોઈ માણસ અનુસરે તો એને જિંદગીની દરેક સમસ્યાના ઉકેલ અને તમામ પડકારો સામે લડવાની તાકાત મળી રહે છે .

Continue Reading

Religious

આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Published

on

By

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે. તે જ સમયે, ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે.

રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર આજે એટલે કે 19મી ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનની પૂર્ણિમા તિથિ આજે સવારે 3:04 વાગ્યે શરૂ થઈ છે અને તિથિ આખો દિવસ ચાલશે એટલે કે આ તિથિ રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં ભદ્રાને ખૂબ મહત્વ આપવામાં આવે છે કારણ કે ભદ્રા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. તેથી આ સમયગાળા દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ. તો આવો જાણીએ આજે ભદ્રાનો સમય કે ક્યારે ભદ્રામાં રાખડી બાંધવામાં આવશે.

ભદ્રા કાળ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ભદ્રા 19મી ઓગસ્ટે એટલે કે આજે રાત્રે 2.21 કલાકે શરૂ થઈ છે. ભદ્રા પૂંછ આજે સવારે 09:51 થી 10:53 સુધી રહેશે. ત્યારબાદ ભદ્ર મુળ સવારે 10.53 થી બપોરે 12.37 સુધી રહેશે. આ પછી આજે બપોરે 1.30 કલાકે ભદ્ર કાળ સમાપ્ત થશે. આજે બપોરે 1:30 વાગ્યા પછી જ રાખડી બાંધી શકાશે. આવો જાણીએ જ્યોતિષ આ અંગે શું કહે છે.

જ્યોતિષ જણાવ્યા અનુસાર આ વખતે ભદ્રા પર પણ રાખડી બાંધી શકાય છે. વાસ્તવમાં, આ વખતે ભદ્રા અંડરવર્લ્ડમાં નિવાસ કરશે અને વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રા પાતાલ અથવા સ્વર્ગમાં રહે છે તો પૃથ્વી પર રહેતા લોકો માટે ભદ્રા અશુભ નથી. અને લોકો ભદ્રાને અવગણીને રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે. જો કે, આ વખતે પણ જેમના માટે જરૂરી છે તે જ લોકો રાખડી બાંધી શકે છે.

19મી ઓગસ્ટ એટલે કે આજે રાખડી બાંધવાનો સૌથી ખાસ શુભ સમય બપોરે 1:43 થી 4:20 સુધીનો રહેશે, આ સમય દરમિયાન તમે રાખડી બાંધી શકો છો. તમને રાખડી બાંધવા માટે કુલ 2 કલાક 37 મિનિટનો સમય મળશે, જે સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ સિવાય તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે પણ રાખડી બાંધી શકો છો. આજે પ્રદોષ કાલ સાંજે 06:56 થી 09:07 સુધી રહેશે.

Continue Reading
રાષ્ટ્રીય15 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય16 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય16 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય17 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય17 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય17 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત17 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય17 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ17 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય17 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય15 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય2 days ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત22 hours ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ગુજરાત2 days ago

ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ

Trending