રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ખેતી પાકોની ભારે આવક જોવા મળી હતી. તા.8મી એપ્રિલના રોજ યાર્ડમાં અંદાજે 1400થી વધુ વાહનોની લાંબી કતારો સાથે વિવિધ જણસીઓની આવક થઇ હતી. મુખ્યત્વે કપાસ, કલોજી, ઘઉં, મેથી, ધાણા, તુવેર, મગફળી અને ચણા જેવા પાકોની આવકથી યાર્ડ ધમધમી ઉઠયું હતું.
આજે યાર્ડમાં સૌથી વધુ ચણાની આવક 200000 મણ થઇ હતી. આ ઉપરાંત ઘઉંની 45000 મણ, મગફળી 5600 મણ, મેથી 12500 મણ, ધાણા 12000 મણ, કપાસ 11000 મણ, એરંડાની આવક 32000 મણ અને સફેદ તલની આવક 3500 મણ થવા પામી હતી.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા વાઇસ ચેરમેન અને ડિરેકટરોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરીનુ સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. યાર્ડમાં જણસી ભરેલા વાહનોને માર્કેટીંગ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામાં આવી હતી. ઉતરાઇની પ્રક્રીયા ઝડપથી પુર્ણ કરવા સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત જણસીની આવક વધતા યાર્ડના હોેદેદારો, સ્ટાફે ખડેપગે રહી ખેડુતોને હાલાકી ન પડે એ અંગે વ્યવસ્થા સંભાળી હતી.
