ગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપ

ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી…

ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ફરિયાદ મુજબ, ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા અને આકાશ પરમાર નામના શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા માનસિક તકલીફના કારણે ઘરેથી નીકળી જતી હતી. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને, આરોપીઓએ સગીરાને સહાનુભૂતિ અને લાલચ આપીને તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

છેલ્લા છ મહિનાથી 23 માર્ચ, 2026 સુધી આ 6 શખ્સો સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ગઢડા પોલીસે આરોપીઓ સામે BNS કલમ 64(2)(શ), 75(2), 70(2) તેમજ પોકસો એક્ટની કલમ 3(ફ), 4, 5(લ), 7, 8, 9, 11(6), 17 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરા સાથે બનેલી આ ઘટનાને પગલે ગઢડા પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને દાખલારૂૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *