રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ દરરોજ હૃદય રોગનાં હુમલાથી અને માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ એક કરુણાંતીકા સર્જતી ઘટના સામે આવી છે જેમા રાજકોટમા રૈયાધાર મફતીયાપરા વિસ્તારમા રહેતો ધો. 7 નો વિધાર્થી ગઇકાલે અટલ સરોવર ખાતે મેળામા ફરવા ગયો હતો. ત્યારે કાકાની બદામ શેકની લારીએ ઉભો હતો. તે દરમ્યાન હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયો હતો. તરુણનુ મોત નીપજતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા રૈયાધાર મફતીયાપરા વિસ્તારમા રહેતો અને ધો. 7 મા અભ્યાસ કરતો ભાવેશ લક્ષ્મણભાઇ બાંભવા નામનો 13 વર્ષનો વિધાર્થી ગઇકાલે અટલ સરોવર ખાતે મેળામા ફરવા ગયો હતો. ત્યારે કાકાની બદામ શેકની લારીએ ઉભો હતો. તે દરમ્યાન હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયો હતો. 13 વર્ષનાં તરુણને બેભાન હાલતમા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. જયા તરુણની સારવાર કારગત નીવડે તે પુર્વેજ ફરજ પરનાં તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમીક પુછપરમા મૃતક ભાવેશ બાંભવા બે ભાઇમા મોટો હતો. અને ધો. 7 મા અભ્યાસ કરતો હતો. ગઇકાલે રવીવારની રજા હોવાથી અટલ સરોવર ખાતે ભરાતા મેળામા ફરવા ગયો હતો. જયા મેળામા બદામ શેકની લારી ધરાવતા કાકા રવીભાઇ પાસે ગયો હતો. અને જયા લારી પાસે ઉભો હતો તે દરમ્યાન તરુણને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
