જામનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસમાં મથકોમાં કબજે કરાયેલા જુદાજુદા વાહનો, કે જે મુદ્દા માલ તરીકે કબજે કર્યા હતા, અને તે વાહનો છોડાવવા માટે કોઈ આવ્યું ન હોવાથી પોલીસ તંત્ર દ્વારા તેની જાહેર હરાજી કરવામાં આવી હતી, અને તેમાં 50 લાખથી વધુ ની રકમની આવક થઈ છે, અને તે સરકારી તિજોરીમાં જમા કરાવી દેવાઇ છે.
જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં અલગ અલગ ગુન્હામાં મુદ્દામાલ તરીકે કબજે કરેલા વાહનો લાંબા સમયથી કોઈ છોડાવવા ન આવતાં જે તે પોલીસ મથકમાં ભંગાર હાલતમાં પડ્યા હતા. આ વાહનોની કાયદા અનુસાર જાહેર હરરાજી યોજવા એસપી ડો. રવિમોહન સૈની દ્વારા આદેશ કરાયો હતો. જે અપાયેલી સૂચનાના પગલે લાલપુરના આસી.પી.એસ. અધિકારી શ્રી પ્રતિભા, ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, હેડકવાર્ટર ડીવાયએસપી વી.કે. પંડયા ના સુપરવિઝન હેઠળ આ વાહનોની ગણતરી કરવામાં આવ્યા પછી 1179 વાહનો માટે જાહેર હરરાજી યોજવામાં આવી હતી.
આ સમયે એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, શહેરના ત્રણેય ડિવિઝન ના પીઆઈ એન.એ. ચાવડા, પી.પી. ઝા, એન.બી. ડાભી, પંચકોશી એ. અને બી. ડિવિઝન ના પી.આઈ. એમ.એન. શેખ, અને વી.જે. રાઠોડ, અન્ય ગ્રામ્ય વિસ્તારના એન.વી. આંબલીયા, પી.જી. પનારા, આર.એસ. રાજપુત, એચ.વી. રાઠો,ડ જે.જે. ચાવડા, તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જે તમામની ઉપસ્થિતિમાં જાહેર હરાજી રાખવામાં આવી હતી. જે દરમિયાન તેના રૂૂ.50 લાખ 55 હજાર ઉપજ્યા છે. આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે.
