બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 1134 વાહનચાલકો દંડાયા

ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ, અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી લેવાઇ રાજકોટ શહેરમા હમણા હમણા નંબર વગરનાં અનેક બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનોની સંખ્યા…

ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ, અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી લેવાઇ

રાજકોટ શહેરમા હમણા હમણા નંબર વગરનાં અનેક બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનોની સંખ્યા વધી છે. ત્યારે આ અંગે પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને ડીસીપી ટ્રાફીક પુજા યાદવનાં માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પોલીસ શાખાએ આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ ડ્રાઇવમા ટ્રાફીક પોલીસ શાખા દ્વારા એક અઠવાડીયામા 1134 જેટલા વાહન ચાલકોની બ્લેક ફિલ્મ ઉતારી દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી.

રાજકોટ શહેરમા વાહન ચાલકોની ટ્રાફીક નિયમો તોડતા અટકાવવા અને ટ્રાફીક નિયમોને લઇ જાગૃત કરવા માટે રાજકોટ શહેર ટ્રાફીક શાખા દ્વારા તા 2-4 નાં રોજથી 9 – 4 સુધી બ્લેક ફિલ્મો વાળા વાહન ચાલકો વિરુધ્ધ વિશેષ ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ટ્રાફીક ડીસીપી પુજા યાદવનાં માર્ગદર્શન હેઠળ અલગ અલગ ચારેય સેકટરનાં પીઆઇ અને પીએસઆઇ તેમજ સ્ટાફ દ્વારા ટ્રાફીક નીયમોનો ભંગ કરતા અને બ્લેક ફિલ્મ ધરાવતા 1134 વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વીકમા ટ્રાફીક શાખા દ્વારા 1300 થી વધુ વાહન ચાલકોમા લગાડવામા આવેલી બ્લેક ફિલ્મો ઉતારી અને તેઓ સામે દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી. ટ્રાફીક ડીસીપી દ્વારા જણાવાયુ હતુ કે આગામી દિવસોમા પણ કારમા ગેરકાયદેસર લગાવવામા આવેલા કાળા કલરની ફિલ્મ સામે કાર્યવાહી કરવામા આવશે. તેમજ વાહન ચાલકો નીયમોનુ ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફીકનાં નીયમો પાડે તેવી સુચના આપવામા આવી હતી.

તેમજ આગામી દિવસોમા રોંગ સાઇડમા વાહન ચલાવતા ચાલકો સામે પણ શખ્ત કાર્યવાહી કરવામા આવશે. રોંગ સાઇડ વાહન ચલાવવાનાં કારણે અકસ્માતોનાં બનાવ બની રહયા છે આ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અને અકસ્માતો ન બને તે માટે આ ડ્રાઇવનુ આયોજન કરવામા આવશે. તેમજ ટ્રાફીકનાં નિયમોનુ પાલન થાય તે માટે ટ્રાફીક શાખા દ્વારા આગામી દિવસોમા જાહેર માર્ગો પર ટ્રાફીક ડ્રાઇવનુ આયોજન કરવામા આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *