વેરાવળ નજીક આવેલા ડારી ટોલબૂથ ખાતે મોરબી ભાજપના મહામંત્રી તપન દવે પર થયેલા હુમલાના બનાવમાં પ્રભાસ પાટણ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી તરીકે ઓળખાતા યુટ્યુબર લાલા આહીર સહિત કુલ 11 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે 1 આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફાસ્ટેગ બાબતે બોલાચાલી બાદ હુમલો થયો મળતી વિગતો મુજબ, ડારી ટોલબૂથ ખાતે ફાસ્ટેગમાંથી ટોલ કપાત અને અન્ય બાબતોને લઈને થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બોલાચાલી દરમિયાન ટોલબૂથ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અન્ય શખ્સોએ મોરબી ભાજપના મહામંત્રી તપન દવે તથા તેમના સાથીઓ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનામાં મારામારી ઉપરાંત લૂંટફાટ અને ધમકી આપ્યાના આક્ષેપો પણ કરાયા છે.
હત્યાના પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો લાગુ બનાવ બાદ ઇજાગ્રસ્ત તપન દવેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રભાસ પાટણ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળના ઈઈઝટ ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે યુટ્યુબર લાલા આહીરને મુખ્ય આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી રચવી અને મારામારી જેવી કલમો લગાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત આ ઘટનાએ સમગ્ર જિલ્લાના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
ભાજપના કાર્યકરો અને આગેવાનોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેસની તપાસ નિષ્પક્ષ અને પુરાવા આધારિત રીતે આગળ ધપાવવામાં આવી રહી છે. ડારી ટોલબૂથ પર બનેલી આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આરોપીઓના નામ
(1) ભગીભાઇ આહિર, (2) નિતીનભાઈ ભીમાભાઇ મકવાણ, (3) કાનજીભાઈ મેવાડા, (4) લક્ષ્મણભાઇ રામભાઇ ગઢવી. (5) નયનભાઇ પ્રતાપભાઈ બોરીચા, (ઘ6) ભુપતભાઇ મકવાણા, (07) લાલો આહિર,(08) નિકુંજ મેરામભાઇ બકોતરા, (09) પરબતભાઇ બારડ, (10) તૃપલભાઇ આહિર, (11) જયેશભાઈ પુનાભાઈ રામ, (12) અરજણભાઇ આમીરભાઈ પંપાણીયા, જે તમામ- ડારી ટોલનાકાના કર્મચારીઓ છે.
