માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ સુધી મેટ્રો સિટી જેવા રોડની મળશે ભેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર : શિવભવાની રેસી.પાસેના બેઠાં પુલની જગ્યાએ નવેસરથી કોઝ-વે બનાવવા માટે લીલીઝંડી
ટીપી પ્લોટ સહિતની જગ્યાએ વૃક્ષારોપણ, મુખ્ય ચોકના સર્કલ પરના આઇલેન્ડની જાળવણી, છેલ્લા બે વર્ષન હિસાબોનું સ્ટેચ્યુટરી ઓડિટ કરાવવુ અને સફાઇ વિભાગના વિવિધ પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત પેન્ડિંગ
રાજકોટની ભાગોળે કોઠારિયા વિસ્તાર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ અહીં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. અહીં અનેક આલિશાન હાઇરાઇઝ, લો-રાઇઝ, ગેટપેક સોસાયટી, વૈભવી બંગલા સહિતની વસાહત બની છે અને હજુ પણ અનેક નવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એક સમયે છેવાડાનો ગણાતો આ વિસ્તાર હાલ વિકસિત અને પ્રાઇમ બની ગયો છે ત્યારે માળખાકીય સુવિધા માટે મનપા દ્વારા એકપછી એક નવા વિકાસ કામો થઇ રહ્યા છે.
અહીં કોઠારિયા મેઇન રોડ કે જ્યાથી દરોજ લાખો લોકોની અવરજવર રહે છે તેવા રોલેક્ષ રોડ તરીકે ઓળખાતા માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ સુધીના રોડને ગૌરવપથ જેવી કાયાપલટ કરવા મનપાએ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બનાવ્યો છે. તેના માટે રૂૂ.11 કરોડનો ખર્ચ મંજૂર કરી કામનો કોન્ટ્રાક્ટ આપવા આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળિયાએ મંજૂરી આપી દીધી હતી. માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ સુધીના કોઠારિયા મેઇન રોડને સિમેન્ટથી મઢીને ગૌરવપથ બનાવવાના કામમાં તંત્રએ એસ્ટિમેટ રૂૂ.12 કરોડ 33 લાખ, 92 હજાર 861નું તૈયાર કર્યુ હતુ.
ટેન્ડર પ્રક્રિયામાં 9.93 ટકા ઓછા ભાવે આ કામ કરવા માટે તૈયારી દાખવનાર એજન્સીને કામ આપવા દરખાસ્ત આવી હતી. કોઠારિયામાં જ અન્ય એક વિકાસ કામમાં જૂનુ કેશરીનંદન તરીકે ઓળખાતા શિવભવાની રેસીડેન્સી વિસ્તારમાં જુના બેઠા પુલ પર ચોમાસામાં પૂર જેવી હાલત સર્જાતી હોય આ બેઠા પુલની જગ્યાએ રૂૂ.5 કરોડ 54 લાખના ખર્ચને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશભાઇએ લીલીઝંડી આપી હતી. કોઝ-વે માટે એસ્ટિમેટ રૂૂ.5 કરોડ 33 લાખ, 93 હજાર 254નું તૈયાર થયુ હતુ. સૌથી લોએસ્ટમાં 3.86 ટકા ઓન(વધુ) ભાવ આવ્યા હતા. એ મુજબ રૂૂ.5 કરોડ 54 લાખ 54 હજાર 225નો ખર્ચ મંજૂર કરી કામનો કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત આવી હતી. મનપામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 15 દરખાસ્તો રજૂ થઇ હતી. એ પૈકી ચાર દરખાસ્ત પેન્ડીંગ રાખવામા આવી હતી.
સ્કીમ અમલી બન્યા પહેલા વેરો ભરનારને વ્યાજ માફીની રકમ આવતા બિલમાં મળશે મજરે
મિલકત વેરો અને પાણીવેરો બન્નેમાં બાકી રકમ પર મહતમ રૂ.5000-5000 વ્યાજમાફી આપવાની યોજના મનપાએ અમલી બનાવી છે. આ સ્કીમની જાહેરાત કરાયા પહેલા ચાલુ નાણાકીય વર્ષમાં જેમણે વેરો ભરી દીધો છે અને તેમનુ વ્યાજ ચડત હોય તેવા કિસ્સામાં રૂ.પાંચ-પાંચ હજાર લેખે રૂ.10 હજારની રકમની વ્યાજમાફી આવતા વર્ષના બીલમાં મજરે મળશે તેવી સ્પષ્ટતા આજે સ્ટેન્ડીંગ ચેરમેને દરખાસ્ત દરમિયાન કરી હતી.
આજી ડેમના કાંઠે આવેલા સુપ્રસિધ્ધ દાદા હનુમાન મંદિર રોડ પણ સિમેન્ટથી મઢાશે
ગુરૂૂવારની મીટીંગમાં વોર્ડ નં.15ના આજી ડેમ ખાતે આવેલ દાધા હનુમાન મંદિરના રોડને હયાત સીમેન્ટ રોડથી બગીચાની દિવાલ સુધી અને ત્યાંથી મંદિરના ગેટ સુધી સીસી કામ મંજૂર કરાયુ છે. વિહોત ક્નસ. કંપનીએ 28.76 ટકા ઓછા ભાવે રૂૂા. 26 લાખમાં આ કામ કરી દેવા ઓફર આપી હતી. અહીં સિમેન્ટ રોડ બન્યા બાદ ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીથી થતું રસ્તાનું ધોવાણ અટકશે અને રાહદારીઓને રાહત થશે. 5.10 મીટર પહોળાઇમાં 400 રનીંગ મીટરમાં આ સીસી કામ કરવાનું છે.
આટલી દરખાસ્ત રહી પેન્ડિંગ, પેન્ડિંગ પાછળના કારણ
(1) દરખાસ્ત : શહેરના જુદા જુદા ટીપી પ્લોટ, રામવન સહિતના સ્થળે વૃક્ષારોપણ કરવાના ખર્ચ મંજૂરી આપવામા આવી હતી. છ ટીપી રોડ, રામવન પાર્કિંગ, મોટા મવા હેડવર્કસ સહિતના સ્થળેમીયાવાકી પધ્ધતિથી પ્રતિ ચો.મી. રૂૂા.310 લેખે, ઘનિષ્ઠ વૃક્ષારોપણ માટે રૂૂા.640, પોપટપરા સેન્ટ્રલ જેલ પાછળ અને મોટા મવા હેડવર્કસ, ફનબ્લાસ્ટ પાસેના રોડ પર 3200 ચો.મી. વિસ્તારમાં 12,800 વૃક્ષ 9.92 લાખના ખર્ચે મીયાવાકી પધ્ધતિથી ઉગાડવા, રૈયા સ્માર્ટ સીટી વિસ્તારમાં ગાર્ડન હેતુના પ્લોટ, સિલ્વર-ગોલ્ડ, રામવન પાર્કિંગ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મોચીનગર-1, રાજીવનગર, રંગોલી પાર્ટી પ્લોટ પાસે મળી 7 સથળે 34.74 લાખના ખર્ચે 5429 રોપા વાવવા સહિત કુલ 44 લાખના ખર્ચે 18229 વૃક્ષ રોપવાનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત હતી.
4 પેન્ડીંગનું કારણ : ચાલુ વર્ષે 25 લાખ વૃક્ષના પ્લાન્ટેશનનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આ રીતે ટુકડે ટુકડે નહીં પણ વર્ષ આખાના આયોજન અને ખર્ચના અંદાજના ડિટેઇલ મોકલ્યા પછી નિર્ણય લેવાશે.
(2) દરખાસ્ત : સફાઇ તંત્રના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડ(ગઈંઈજઈં)ના વિવિધ પ્રોજેક્ટ માટે ક્ધસલન્ટની નિમણું કરવી
4 પેન્ડીંગનું કારણ : ક્યા પ્રોજેક્ટ માટે ક્યા પ્રકારના ક્ધસલ્ટન્ટ, પ્રોજેક્ટમાં શું કામ કરવાનુ છે, ક્યા પ્રોજેક્ટ કેટલા સમયમાં પુર્ણ કરવાનો છે, પ્રોજેક્ટથી શું ફાયદો, એ સહિતની ડિટેઇલ સાથે દરખાસ્ત મોકલવાનું કહીને નિર્ણય પેન્ડીંગ રખાયો
(3) દરખાસ્ત : ટ્રાફિક સર્કલ પરના આઇલેન્ડની જાળવણી માટે દ્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવો
4 પેન્ડીંગનું કારણ : આઇલેન્ડની જાળવણી કઇ રીતે કરવામા આવશે, તેમા બ્યુટિફિકેશન સહિતની કામગીરી કોના હસ્તક અને કઇ રીતે થશે તે સહિતની અધુરી વિગતો હોવાથી દરખાસ્ત પેન્ડીંગ રખાઇ
(4) દરખાસ્ત : 2026-27 અને 2027-28ના હિસાબોના સ્ટેચ્યુટરી ઓડિટ માટે ખાનગી સીએની રાખવા
4પેન્ડીંગનું કારણ : ઓડિટ કરાવવા માટે સીએના અનુભવ સહિતના પેરામીટર નક્કી કરાયા ન હતા. મહેકમ શાખાએ પોતાની રીતે જ સીએની પસંદગી કરીને રૂૂ.18 લાખ 88 હજારની ફી વસુલવા દરખાસ્ત મોકલી હોય પેરામીટર નક્કી કરીને આપ્યા બાદ અભ્યાસ કરાયા પછી નિર્ણય લેવાશે.
કોઠારિયામાં આવો બનશે સિમેન્ટનો ગૌરવપથ
આ સિમેન્ટ રોડ 24 મીટરનો બનશે
બન્ને બાજુ 8 મીટર પહોળાઇમાં સીસી કામ થશે
1 મીટર પહોળાઇમાં ડિવાઇડર
બન્ને તરફ ફૂટપાથ, બન્ને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે 600 મીમી ડાયામીટરની સ્ટોર્મ વોટર લાઇન નાખવામા આવશે.
સિમેન્ટ રોડની અંદાજિત લંબાઇ 950 મીટરની હશે
