તહેવાર અંતર્ગત ખાંડ, મીઠું અને ખાદ્યતેલની રાશનની દુકાનમાં 100 ટકા ફાળવણી કરાઇ

29મી સુધીમાં ચલણના પૈસા ભરી દેવા સંચાલકોને સૂચના રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર-2025 માટે રાશનની દુકાનોને અપાતા જથ્થાની પરમીટ જાહેર કરવામાં આવી છે. જેમાં ઓક્ટોબર-2025 માટે…

29મી સુધીમાં ચલણના પૈસા ભરી દેવા સંચાલકોને સૂચના

રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર-2025 માટે રાશનની દુકાનોને અપાતા જથ્થાની પરમીટ જાહેર કરવામાં આવી છે. જેમાં ઓક્ટોબર-2025 માટે ખાંડની 100% (નિયમિત + તહેવાર) ફાળવણી કરવામાં આવી છે.મીઠાની 100% ફાળવણી થઈ છે, જેમાં દુકાનદારો 50% થી 100% સુધી પોતાની જરૂૂરિયાત મુજબ ચલણ ભરી શકશે. તુવેર દાળની માત્ર 50% ફાળવણી કરવામાં આવી છે. ચણાની 100% ફાળવણી કરવામાં આવી છે. તહેવારને ધ્યાનમાં રાખીને ખાદ્યતેલની 100% ફાળવણી કરવામાં આવી છે.

આ પરમીટ માટે દુકાનદારોએ 29 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ચલણના પૈસા ભરી દેવા ફરજિયાત છે. જોકે, દુકાનદારોના મહેનતાણા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. આ વખતે વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ, નિયમિત અને પોર્ટેબિલિટી પરમીટનું ચલણ એક સાથે જ જનરેટ અને ભરવાનું રહેશે. આ પરમીટ 23 થી 29 સપ્ટેમ્બર, 2025 દરમિયાન જ જનરેટ કરી શકાશે અને તેના નાણાં પણ આ સમયમર્યાદામાં જ ભરવાના રહેશે.

ઘગઘછઈ પરમીટ હેઠળ, કેન્દ્રના અનાજની 5% ફાળવણી ફરજિયાત કરી દેવામાં આવી છે. આના કારણે ઘણા દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે જો તેમને આ અનાજ ન જોઈતું હોય તો પણ ફરજિયાત લેવું પડશે. આ ઉપરાંત, જે દુકાનદારોને 5% થી વધુ અનાજ જોઈતું હોય, તેમને મળી શકશે નહીં, જેના કારણે પણ મુશ્કેલીઓ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *